________________
૫૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૭૫) આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનના જીવનના સુખસિદ્ધ પ્રસંગે વર્ણવ્યા છે. - શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩૭૭)
કવિ કહે છે કે પુણ્યના પ્રભાવથી શ્રી પ્રાર્થનાથ પ્રભુ મને મળ્યા છે. અને એથી મારા જીવનમાં ધન્ય દિવસ આવ્યો છે. પ્રભુનું સ્મરણ કરતાં દુઃખ દૂર થાય છે અને મનની વાંછનાઓ પાર પડે છે. જે પ્રભુ એવાથી દૂર રહે છે તેમને ભવોભવ અથડાવું પડે છે.
શ્રી વીરજિન સ્તવન (પૃ. ૩૭૭) કવિ કહે છે કે શ્રી વીર પ્રભુનું દર્શન થતાં સંતાપ દુર થાય છે. એમના ગુણ સ્તવનથી હૃદયમાં આનંદ ઊભરાય છે. હે પ્રભુ! તમે ચંડકેશિયો સાપ, ચંદનબાલા, ગૌતમ સ્વામી વગેરે ઉપર ઉપકાર કર્યો, તે મેં એવા તે શા અવગુણ કર્યો છે કે તમારા ચરણથી મને દુર રાખો છો? મારા સંકટ ઓછી કરવાથી અને તમારું પદ મને આપવાથી તમારી પાસેથી કશું જ ઓછું થવાનું નથી.
૫૪ શ્રી લક્ષ્મીવિમલજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૮૦) શિવલચ્છી-શિવલક્ષ્મી, મેક્ષ સુખ.
આ સ્તવનમાં કવિ કહે છે કે હે રાષભ જિનેશ્વર ! તમારાં દર્શનથી, વંદનથી, પૂજનથી, ગુણસ્તવનથી હું મારા દેહને પવિત્ર કરું છું. તમારા નામ માત્રથી સિદ્ધિરિદ્ધિ મળે છે અને કીર્તિ વધે છે, શિવલક્ષ્મી મળે છે અને અવતાર સફળ થાય છે. કવિએ દરેક પંકિત પ્રભુને “તારક” તરીકે સંબોધીને લખી છે.