________________
ર૯ શ્રી કાંતિવિજયજી સુજ સેવેલીની ૪થી ઢાલ.(પૃ. ૨૨૬) શ્રી કાંતિવિજય ગણિએ સુજસવેલી ભાસ નામની પિતાની રચનામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનને પરિચય આપ્યો છે. એ ભાસમાંથી લેવામાં આવેલી એથી ઢાલમાં આરંભમાં યશોવિજયજીની રચનાની પ્રશંસા કરી પછી તેઓ સંવત ૧૭૪૩માં ડભોઈમાં ચેમાસુ રહ્યા હતા અને ત્યાં સ્વર્ગવાસી થયા હતા તેને પરિચય કવિએ આપ્યો છે. આ ભાસ “શ્રી યશોવિજયજી સ્મૃતિ ગ્રંથમાં પ્રગટ થયો છે અને ત્યાં વર્તમાન મુનિશ્રી યશોવિજયજીએ એને અનુવાદ પણ, ટિપ્પણુ સાથે આપેલ છે.
શ્રી ગષભ જિન સ્તવન, શ્રી મહાવીર જિન સ્તવન અને સંવેગ રસાયણ બાવનીની પ્રશસ્તિ–આ ત્રણે રચનાઓ અહીં સંપૂર્ણ ન આપતાં એની છૂટક ડીક કડીઓ આપવામાં આવી છે. જે કડીઓ આપવામાં આવી છે તે સરળ છે.
૩૦ શ્રી હંસરત્ન શ્રી ગષભ જિન સ્તવન (પૃ. ર૩૧) જંગમ–હરતા ફરતા; નરિંદ–રાજા; જાત-પુત્ર; પ્રમુખ-મુખ્ય પાણ–પાણિ, હાથ; વાણું–વાણ; પંચમ ઠા–મોક્ષ.
ષભદેવ પ્રભુની સ્તુતિ કરતાં આ સ્તવનમાં કવિ કહે છે કે પિતાનાં બધાં જ વાંછિત સુખ મેળવવા માટે હરતા ફરતા ક૫ વૃક્ષ સમાન શ્રી ઋષભ દેવની સેવા કરવી જોઈએ. મરૂદેવીના પુત્ર અને ભરત તથા બ્રાહ્મીના પિતા તરીકે વિખ્યાત એવા ઋષભ દેવની સેવા પૂર્વ ભવના પુણ્યના પ્રતાપે મને મળી છે. અને મારા ભવનું દુઃખ ઓછું થયું છે.
બીજીથી સાતમી કડી સુધીમાં કવિએ અષભ દેવને પરિચય સરળ ભાષામાં આવે છે. છેવટે કવિ શ્રી ઋષભદેવની સેવા ભવોભવ મળે એવી પ્રાર્થના કરે છે.