________________
૫૧૦ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી
કળશ પછી આ કવિ કેશરવિમલે રચેલા સકિતમાલાના ૩૭ છોમાંથી પહેલા અને છેલ્લે છંદ અહીં આપવામાં આવ્યો છે. પહેલા છંદમાં કવિ કહે છે કે સકલ કર્મોને વારનાર એક્ષપદના અધિકારી, કેવળજ્ઞાન ધરાવનાર તીર્થંકર ભગવાનની જે કઈ પૂરા ભકિતભાવથી સેવા કરે છે તે સુખ પામે છે.
છેલ્લા છંદમાં કવિ કહે છે કે સંસારનાં વિષયતણાં સુખોને અત્યંત ચંચળ અને નાશવંત જાણીને જે એને ત્યાગ કરે છે અને પિતાને કર્યો ખપાવી, કેવળજ્ઞાન પામી મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે તે માણસ આ સંસારમાં ખરેખર ધન્ય બને છે.
૨૪. શ્રી માણકયવિજયજી
શ્રી ગષભદેવ સ્તવન (પૃ. ૨૦૨) સર–તેજસ્વી; પ્રાહુણ–પરે; અમહિ–અમારે; ગેરે-ઘેર
આ સ્તવનમાં કવિ ઋષભદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આપ પરેણા તરીકે અમારે ઘેર પધારો, અમે તમારી સારી રીતે સેવા કરીશું. મારું મન આપના દર્શન માટે અત્યંત આતુર બન્યું છે. આપના દીદાર-આપને દેખાવ જોવા માટે મારી આંખડી ખૂબ અપેક્ષા રાખે છે. હું ઘડી ઘડી એક શ્વાસે તમને સંભારું છું. આપની મનોહર વેલ સમી મૂર્તિ વધારે પ્રકાશી રહી છે, ભી રહી છે, ભકતજનોના મનની વાંછનાઓ પૂરવા માટે જાણે કલ્પતરુના અંકુર જેવી છે. તમારી સાથે પ્રીત રાખવાથી, એક તમારી જ ટેક ધારવાથી આત્મા નિર્મલ થાય છે અને સારી રીતે યશ પમાય છે. હે પરમ પુરુષ પરમેશ્વર ! હે જગતના નાથ, જગતના બંધુ ! હું આપને હાથ જોડીને પ્રણામ કરું છું.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૦૩) અશિવ-અકલ્યાણકારી, અશુભ; નવેસરૂ-નરેશ્વર; સાર–ઉત્તમ, મુગતાફલ-મોતી, કડલી-કડા.