________________
૫૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રન્ને અને તેની કાવ્ય પ્રસાદી જલધર-વાદળ, મહીધર–પૃથ્વીને ધારણ કરનાર; નિગુણુ-ગુણહીન; આરહે–આરાધે; શિવ સુખ મોક્ષ સુખ.
ઋષભદેવ અને શાંતિનાથના સ્તવનમાં કવિએ પિતે પ્રભુને વિનતિ કરી છે પરંતુ આ સ્તવનમાં કવિએ રાજુલને પ્રભુને વિનંતિ કરતાં વર્ણવી છે. રાજુલ કહે છે, “હે સ્વામી! હું તે તમારી ભવોભવની નારી છું. તે તમે મારી પ્રીતિ વિસારીને, રથ ફેરવીને મને છોડીને કેમ ચાલ્યા જાઓ છો ? મારી પુરાણ પ્રીત છોડીને તમે તરણેથી કેમ પાછા ચાલ્યા? ભારા અપરાધ વગર મને શિક્ષા કેમ કરો છો? અડધેથી વ્રત લઈ વનમાં જવાનો અર્થ શો? એક વાર પ્રીતિ કરી તે કેમ તેડી શકાય? જેની સાથે પ્રીતિ જેડી હોય તે છોડવાથી અપજશ મળે છે. જેનાથી જશ મળે તે, પ્રભુ! કરવું જોઈએ. એક વાર કહેલું કામ કરી જાણવું જોઈએ. જે ઉત્તમ પુરુષો જ આદરેલું કાર્ય છોડી દે તો પછી પૃથ્વીને ધારણ કરનાર મેરૂ પર્વતની પાળે અચલતાની કેવી રીતે અપેક્ષા રાખી શકાય? જે તમારા જેવા સજ્જનો પિતાના કર્તવ્યમાં ચૂકે તે પછી વાદળ પણ પૃથ્વી પર ધારા વર્ષાવવાનું પિતાનું કર્તવ્ય કેમ ન ચૂકે? જે નગુણા માણસે પોતાને ધર્મ ભૂલે તે તેને ત્યાગ કરી શકાય. નિર્ગુણ માણસો સાથે પ્રીતિ ન નભી શકે. પણ તમારા જેવા ગુણવાન માણસે જે ભૂલી જાય તો પછી જગતમાં હવે કોને જઈને કહેવું? એકપક્ષી પ્રીતિ જે કોઈ નિભાવે તે તેનો અવતાર પણું ધન્ય થાય છે. આમ કહી રાજુલ નેમિનાથને ગિરનાર પર મળી અને ત્યાં સંયમ વ્રત ધારણ કરી મોક્ષસુખ પામે છે. શ્રી કેશરવિજ્યજી કહે છે કે છેવટના મનના મનોરથ ફલ્યા.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૯૭) નેહ-નેહ, મહીલય–પૃથ્વીવરતાવણ–પ્રવર્તાવનાર; દિનરાજ-સૂર્ય; વરણ-વર્ણ–રંગ, અવર–બીજા સજલ–પાણીથી ભરેલું,
આ સ્તવનમાં કવિ પાર્શ્વનાથ પ્રભુને સંબોધીને કહે છે, “હે