________________
૪૩ પુરેપુરા વિશ્વાસ છે કે આપના પ્રતાપે મારામાં રહેલા અશુભ કર્મો દૂર થશે. કાઈ પૂર્વભવના સ્નેહથી દેરવાઈને હું તમારી સન્મુખ આવી રહ્યો છું. હું તમારા સેવક છું માટે મારાથી રખેને તમે અંતર રાખતા. મારી વાત તમે જાણા છે અને હેત ધરાવીને તમે એને તમારા હૈયામાં સ્થાન આપ્યું છે ! જ્યારે પણ મારા ઉદ્ઘાર કરવાની વેળા આવી પહેાંચે ત્યારે હે પ્રભુ! તમે જરા પણ વિલંબ ન કરતા. નાભિનાથ અને મરુદેવીના પુત્ર એવા આપ ખરેખર જગતમાં મારા જય કરનાર છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૬૧)
સનમુખ–સામે,
આ સ્તવનમાં કવિ કહે છે—હે પ્રભુ ! તમારાં દર્શન અમારાં નયનને આનંદ આપનારાં છે. આપને મળવાને આજે એક અપૂર્વ અવસર મળ્યા છે તે ાણુ ગુમાવે? વળી આપના સાન્નિધ્યથી અને આપણા ચરણની સેવાથી મારા તનના અને મનનાં બધાં દુ:ખ દૂર થઈ જાય છે. માટે તમારા આ દાસને નિરાશ ન કરશે!તમારી પાસે આવવાથી જાણે ગંગાજળમાં ન્હાયા હાઉં એટલું સુખ હું અનુભવું છું. વળી આપ જ્યારે સન્મુખ હા છે ત્યારે અસવૃત્તિઓ રૂપી દુશ્મના પણ દૂર રહે છે, માટે આપને મળવા માટે એકચિત્તથી ધ્યાન ધરવાની જરૂર છે. હે પ્રભુ! આપ મારા તરફ્ કૃપા નજર રાખી મારીમાડુની જંજાળ દૂર કરા અંતમાં કવિ કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનનું ચિત્તમાં સ્મરણ કરીને આપણે મુક્તિપદ મેળવવાની તૈયારી કરવી જેઈએ. શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ ૧૬૨) નાહ–નાથ; આલેાચિયા-વિયાર કર્યાં; એલ બે-ઉપાલ’ભથી પકાથી; શિવપુર-મેાક્ષ;
આ સ્તવનમાં શરૂઆતમાં કેટલીક પંકિત કવિએ રાજુલના મુખમાં મૂકી છે અને પછીની પકિતમાં રાજુલનુ વર્ષોંન કર્યું છે.