________________
તે કરોડો માણસ હોય છે. જે માણસને પિતાને વિયોગ પીતો હોય છે તે માણસે બીજાના સંયોગની અદેખાઈ કરતા હોય છે. આ કળિકાળમાં આવા અદેખા લેકે ઘણા હોય છે. પરંતુ હે પ્રભુ! જે ગુણ અને અવગુણને આપ ચતુરાઈપૂર્વક વિચાર કરી જોશો તે તમે મારી વિનતી જરૂર માનશે.”
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૫૦) આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! આ દાસ જે અરજ કરે છે તે તમે સાંભળો. જો મને આપ આપના ચરણની સેવા કરવા માટે આપની પાસે રાખ તે હું પ્રેમથી તમારી સેવા કરુ, - હે પ્રભુ! હું દિવસરાત મનમાં તમારી આશા રાખું છું કે જેથી મારે માથે બીજી કોઈ પરવા હોય નહિ. હે સાહેબ, મેં તમારું શરણ લીધું છે તેથી હવે બીજો કોઈ મારા મનમાં વસતે નથી. જેમ કલ્પવૃક્ષ મળ્યા પછી માણસને કચરો ગમતું નથી તેમ તમને સેવ્યા પછી બીજે કઈ દીઠે પણ સારો લાગતો નથી. જેમણે ગંગાજળ મળ્યું છે તેમને વરસાદના પાણીથી સંતોષ કેમ થાય? મેં અનેક દેવો જોયા છે, પણ તેમાં તમે તે અનુપમ . તમારી તુલના બીજાની સાથે થઈ શકે તેમ નથી, માટે જ, હે પ્રભુ! મેં તમારા સત્યસ્વરૂપને આશ્રય લીધે છે. - શ્રી વીરજિન સ્તવન (પૃ. ૧૫૦ ).
આ સ્તવનમાં કવિ શ્રી વૃદ્ધિવિજયજીએ શ્રી ગૌતમસ્વામીના શ્રી મહાવીર સ્વામી પ્રત્યેના અનુપમ રાગ અને વિરહવ્યથાનું વર્ણન કર્યું છે. શ્રી ગૌતમ સ્વામી કહે છે કે હે પ્રભુ ! તમે મને ભેળાને ભેળવ્યો. અત્યાર સુધી મને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું તે તમારા પ્રત્યેના અનુ. રાગને કારણે જ ને? હે પ્રભુ! અત્યાર સુધી તમે મારા પર મહેર કરી કરીને મારી તમારા પ્રત્યેની મમતા વધારી. પણ આ અવસરે જે તમે મારાથી અંતર રાખ્યું અને મારું કાર્ય સિદ્ધ ન કરી આપ્યું. તમે મારા ગુરુ હતા અને હું તમારો શિષ્ય હતા એ વાતને હવે શો