________________
૪૮૭
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૪૫) આ સ્તવનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વર્ણવતાં કવિ કહે છે કે તમારી કૃપાથી સહુ કાર્ય સિદ્ધ થાય છે. ઘરમાં મંગલ થાય છે. તંત્રમંત્ર જપ્યા વગર સેવકને પ્રભુ સુલતાન કરે છે એટલે કે ઉચ્ચ સ્થાને પહોંચાડે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૪૫) ઓળંભડે–ઉપાલંભથી, ઠપકાથી.
આ સ્તવનમાં કવિ વિનતી કરે છે કે મારા ગમે તેટલા ગુન્હા હોય અને મેં ગમે તેટલા ઉપાલંભ આપ્યા હોય તે પણ મનમાં રીસ ન આણી, મારા પર સ્નેહ, કૃપા વરસાવો. મારું મન હવે તમારામાં જ લાગેલું છે.
આ કવિની રચનાઓમાં ફારસી ભાષાની છાંટ સવિશેષ જોવા મળે છે.
૧૫. શ્રી વૃદ્ધિવિજયજી શ્રી કષભદેવ. જિન સ્તવન (પૃ. ૧૪૭) હેજ–હેતથી, સ્નેહથી.
આ સ્તવનમાં કવિ નાભિનાથના પુત્ર, જીવનના જગદાધાર એવા, પિતાના અંતરયામી શ્રી ઋષભદેવને વિનતી કરતાં કહે છે, “હે પ્રભુ! તમારું મુખ જોતાં મારું મન મોહ્યું છે. તમને મળવાને માટે મારું મન તલસે છે, વળી હેતથી હૈયું હર્ષ અનુભવે છે અને તમારું મિલન થતાં મારા સર્વ મનોરથ ફળ્યા છે અને સર્વ ભવકષ્ટ અને બંધન દૂર થયાં છે. હે પ્રભુ! જે તમે પ્રીતિની રીતિ બરાબર પાળવા ચાહતા હે તે પ્રેમથી મારી સામે નજર કરો. મારી આ વિનતી ધ્યાનમાં લઈ મારાં વંછિત કાર્યો પાર પાડે. હે પ્રભુ ! જે તમે મને તમારા સેવક તરીકે સ્વીકારતા હે તે મારી વિનતિ દિલમાં આણીને મારા ઉપર કૃપા કરીને મને તમારી સહાય આપે.