________________
૪૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી હરાવ્યું છે અને મોહને માર્યો છે. આ રીતે કેવલ પ્રાપ્તિથી શ્રી મહાવીર સ્વામી જગતમાં જીત્યા છે અને જગતમાં સાચું સુખ એમણે મેળવ્યું છે.
પહેલાં એમણે ચારે કષાયરૂપી મોટા મોટા યોદ્ધાઓને ચોટ મારીને હણી નાખ્યા, એ પછી મિથ્યાત્વરૂપી મંત્રીને, આયુષ્યને, હાસ્ય, રતિ, અરતિ, શક ઈત્યાદિ દ્ધાઓને માર્યો, મેહરાયની પટરાણીઓને ગઢમાંથી બહાર કાઢી સંહારી; અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઈત્યાદિ કર્મોને માર્યો અને આ રીતે મોહનું સૈન્ય પરાજિત થતાં શ્રી મહાવીર સ્વામીને વિજય થશે.
આપણું મધ્યકાલીન સ્તવન સાહિત્યમાં યુદ્ધના રૂપકની પરિભાષા છ લખાયેલાં આ કવિનાં સ્તવનો અન્ય સ્તવનોમાં એક જુદી જ ભાત પાડે છે.
૧૩. મહેપાધ્યાય થી યશવિજયજી શ્રી ઋષભદેવ જિન સ્તવન–સંતવન પહેલું,
સેવન્ન વન્ન સુવર્ણને વર્ણ માન-માપ; વિધન વિન; લક્ષલાખ સહસ-હજાર; નિધાન–ભંડાર; રયણ-રત્ન;
આ સ્તવનમાં કવિ શ્રી મહેપાધ્યાય યશોવિજયજી મહારાજે શ્રી ઋષભદેવ ભગવાનનાં નામ માતા, પિતા, નગરી, લાંછન, કાયા, આયુષ્ય, સાધુ સાધ્વીને પરિવાર, યક્ષ, દેવી વગેરેનો પરિચય આપ્યો છે. સ્તવનની ભાષા સરળ છે. સ્તવનમાં કેટલાક શબ્દો ઉપર આપેલા આંકડા જોતાં સમજાશે આ સ્તવનમાં નામ, માતાપિતા, લાંછન વગેરે - ૧૪ વસ્તુનું નિરૂપણ કવિએ કર્યું છે.
શ્રી ઋષભદેવ જિન સ્તવન સ્તવન બીજું પાખલિ-વિના;
આ સ્તવનમાં કવિ કહે છે કે “હે ઋષભ જિનેશ્વર ! તમારી સાથે મારે સાચી પ્રતિ લાગી છે. મારું મન તમારા ગુણમાં જ લાગેલું છે.