________________
તેમને અળગા કરવાથી શું અર્થ સરવાને છે? એમને અળગા કરવામાં આવે તે પણ તેઓ વળગેલા જ રહેવાના છે. મેરનાં પીછાંની . જેમ તેઓ જુદા થવાના નથી. વળી તમારાથી અળગા થયે કેમ ચાલશે? કારણ કે રૂડી ભક્તિ તેઓને આકર્ષવાની જ છે. મારું મનડું અત્યંત ચંચલ સ્વભાવનું છે તે પણ તમારા પ્રત્યેની પ્રીતિમાં દઢ છે. માટે તમે જે સમયે સમયે તમારું સ્વરૂપ બદલા તો એમ કેવી રીતે પ્રીતિને નિભાવ થાય ? માટે હે સ્વામી ! આપણું આ સંબંધમાં ખામી ન આવે એ જોશે. કારણ કે તમે તે મારા ભવોભવના નાથ છે !
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ ૧૧૪) નિરાગી-રાગરહિત કુપાલ-કુપાળું; ખુસિપાલ–ખુશ.
આ સ્તવનમાં પણ શ્રી ઋષભદેવના સ્તવનના જેવો જ ભાવ કવિએ વર્ણવ્યું છે. કવિ શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે. હે સ્વામી! મેં તમારે કેડે લીધે એટલે હવે તમારાથી છુટાવાનું નથી. તમારે પ્રસન્ન થવું જ જોઈએ, તમે વિતરાગપણે દાખવીને ભોળા માણસોને ભૂલાવો છે. પરંતુ મેં તે આપને રાગરહિતને પણ મારી ભકિત વડે આકર્ષી છે. મેં મારા મનમાં તમને વસાવ્યા છે, તો હવે તમને કેમ જવા દેવાય? જે ભેદભાવ વિના તમે મને મળે એટલે કે તમારી અને મારી વચ્ચે ભિન્નતા ન રહે તો જ તમારાથી છૂટાશે. હવે તમે મારા કબજામાં છો તો તમારાથી હે કૃપાળું ! મારા પર કઈપણ ઉપકાર કર્યા વિના એમને એમ કેવી રીતે છૂટાશે? માટે જે આ પ્રમાણે જ સ્થિતિ છે તે શા માટે તમે હઠ કરી રહ્યા છે ? હે પ્રભુ! તમે મારા પર પ્રસન્ન થાવ !
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૧૫) નિરંજણ–નિરંજન, અલિપ્ત, સંસારને રંગ જેમને લાગ્યું નથી તેવા; થળે-સ્થળે; કૃપાણ-કિરપાણ વયણ–વચન, શબ્દ, વેણ–ચોટલે; તિ-ધેર્ય, સંવેગ-વૈરાગ્ય; શર-બાણ