________________
૪૬૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી
અબ હમ અમર ભયે પ્રાની–પ્રાણી, પકડેંગે-પકડીશું, ગ્રહણ કરીશું, થિરવાસી-સ્થિરતાના વાસી, ચેખે હે નિખરેગે–ચોકખા નીકળીશું.
આ પદમાં શ્રી આનંદઘનજી કહે છે કે અત્યાર સુધી હું એમ જાણ હતું કે હું મરું છું. પરંતુ હવે મેં મારા આત્માનું સ્વરૂપ ઓળખ્યું છે. મારો આત્મા અમર છે. કમને લીધે દેહનું મરણ છે. આત્માનું મરણ નથી. જન્મ મરણના મિથ્યાત્વબુદ્ધિના હેતુઓને મેં હવે ત્યાગ કર્યો છે. તેથી અન્ય ભવમાં દેહ ધારણ કરવાને અને મૃત્યુ પામવાને હેતુ હવે રહેતું નથી. અમે આત્માનું અમરપણું ઓળખ્યું છે, માટે હવે અમે અમર થયા છીએ.
રાગ અને દ્વેષ એ બે જગતમાં બંધનકર્તા છે. પરંતુ એ બંધ નોને અમે હવે નાશ કરીશું. એને કારણે જીવ અનંતકાળથી દેહ ધારણ કરી મૃત્યુ પામે છે, ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે. પરંતુ અમે હવે એ કાળનું જ હરણ કરીશું. એ કાળને વશ ન થતાં એને જીતી લઈશું. દેહ વિનાશી છે, હું આત્મા અવિ. નાશી છું. માટે અમે અમારી ગતિને જ પકડીશું. એટલે કે અમે અમારી શુદ્ધ ચેતનની ગતિને-આત્માના શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપને જ ગ્રહણ કરીશું. જેથી આત્મ દ્રવ્યથી જે ભિન્ન છે તે નષ્ટ થશે, અને અમે આત્મસ્વરૂપ સ્થિરતામાં જ વાસ કરીશું. અમે મિથ્યાત્વ કષાય ઈત્યાદિને, સઘળાં કર્મોને ક્ષય કરીને ચોખા-સ્વચ્છ અને શુદ્ધ થઈ ને નીકળીશું એટલે કે પરમાત્મસ્વરૂપ થઈશું. અત્યાર સુધી આત્મા સમજ્યા વગર, મમતા અને અજ્ઞાન કારણે અનન્તવાર જન્મ પામી મૃત્યુ પામે, પણ હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવાથી સાંસારિક સુખદુઃખ ભૂલી જઈશું. અંતમાં કવિ કહે છે કે દેહમાં વારંવાર ઉત્પન્ન થતા અને તદન નિકટના એવા આત્મા માટેના બે અક્ષર–હંસનું જેમ પણ નહિ તે અનંતવાર ભમવાનો વારો આવશે.