________________
શ્રી શાંતિનાથસ્તવન (પૃ. ૧૦૪) આ સ્તવનમાં કવિએ “શાંતિ અને સાચે અર્થ શું છે તે સમજાવ્યું છે. પહેલી કડીમાં “શાંતિનું સ્વરૂપ' સમજાવવા માટે આત્માએ પ્રભુને પ્રશ્ન કર્યો છે અને એ પછીની કડીથી શાંતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. પ્રભુ કહે છે, હૃદયમાં વિશુદ્ધ ભાવ ધારણ કરવા એ પહેલું શાંતિપદ છે. એ પછી આગમોના જાણકાર, સમ્યકત્વના જાણકાર એવા ગુરુનું, બીજી જંજાળ છોડી દઈને આલંબન સ્વીકારે, તામસી વૃત્તિ છોડી દઈને સાત્વિક વૃત્તિ ધારણ કરે, દુષ્ટજનોની સંગતિ છેડી સુજનની સંગતિ સ્વીકારે, ચિત્તમાં સાચા ગીને ભાવ ધારણ કરે અને મોક્ષનું લક્ષ્ય રાખે, માન-અપમાન, સેનું અને પથ્થર, વંદક અને નિંદક, ઘાસ અને મણિ, મેક્ષ અને સંસાર એ બધા. પ્રત્યે જે સમ્યક્દષ્ટિ રાખે એ શાંતિના સાચા સ્વરૂપને પામી શકે છે. પ્રભુની આવી વાણી સાંભળી આત્મા કહે છે કે હે પ્રભુ! તમારા દર્શનથી મારાં બધાં કાર્યો સિદ્ધ થઈ ગયાં છે, મારું જીવન ખરેખર ધન્ય થયું છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૦૫) પ-વિનાને; યો–શે; કરણ–દયા.
આ તવનમાં કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉકિત મૂકી છે. રાજુલ કહે છે કે આઠ ભવની આપણી પ્રીત છે. આઠ ભવની હું તમારી નારી છું અને તમે મારા કંથ છે. મુકિતરૂપી નારી સાથે. આપણને કંઈ કામ નથી. હે નાથ ! તમ મારે ઘરે પધારો. તમારો રથ પાછો ફેરવો. સ્ત્રી વિનાને પ્રેમ તે હેઈ શકે? હે નાથ, તમે પશુઓ ઉપર દયા આણી, પરંતુ મારા ઉપર–માણસ ઉપર કરુણું. ન આણી એ કોના ઘરને આચાર? પ્રેમરૂપી કલ્પતરૂને તમે છેદી નાખ્યું અને ગ રૂપી ધતૂરાને તમે ધારણ કર્યો. હે રાજન તમે મને