________________
૪૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી આપી છે અને એમાં આ વીસીની પ્રત પિતાના ગુરુને વંચાવ્યાને ઉલ્લેખ કર્યો છે.
બાહુબલી સજઝાય (પૃ. ૬૧) પ્રતિબૂઝ-પ્રતિબોધ કર; મછર–મત્સર; આલોચ-વિચાર, . ચિંતન; પ્રાણ-માન; ડાભ-દર્ભ ઘાસ, ચિડીએ-પંખીએ; નીડ-માળે; તાવડ તાવ; બિહું–બંને; અલીક-જૂઠું; આરૂઢ-ચઢીને બેઠેલા; મૂઝયો
પિતાના ભાઈને પ્રતિબંધ આપવા માટે બ્રાહ્મી અને સુંદરીએ બે બહેને વનમાં આવી ઋષભદેવ પ્રભુનાં વચન બાહુબળીને સંભળાવે છે. તેઓ બાહુબળીને કહે છે કે તમે ગજ પરથી ઊતરે; ગજ પર બેઠાં કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય. આ સજઝાયમાં પહેલી કડી રાટક્યા ત્મક રીતે શરૂ કરી કવિ પછીની કડીઓમાં બાહુબલીને આ પ્રસંગ વર્ણવે છે. બાહુબલીએ ભરતને મારવા માટે મૂઠ્ઠી ઉગામી હતી તે વખતે એકાએક એમના હૃદયમાં ઉપશમ જન્મતાં, મદ, મત્સર, માયા વગેરે ત્યજતાં તેમણે તે જ વખતે એ જ મઢી વડે માથાના વાળને લેચ કર્યો. તેઓ કાઉસ્સગમાં રહ્યા, પણ મનમાં એક વિચાર આવ્યો કે પિતાનું માન છોડીને નાના બંધુઓને કેવી રીતે વંદન કરાશે? તેમણે કાઉસગ્ગ ધ્યાને રહી ઉગ્ર તપ કર્યું તેમાં શરીરે વેલાઓ વીંટાયા, કાનમાં પંખીઓએ માળા ઘાલ્યા, પગમાં દર્ભ ઘાસની અણી વાગવા લાગી, પણ તેઓ ધ્યાનમાંથી જરા પણ ચલિત ન થયા. આમ એક વર્ષ તેમણે ખૂબ તાપ અને ભૂખ સહન કર્યા. તે વખતે બ્રાહ્મી-સુંદરીનાં વચન કાને પડે છે અને તેમને સમજાય છે કે પિતે દ્રવ્ય ગજનો ત્યાગ કર્યો છે પણ ભાવગજ ઉપર તે હજી બેઠેલા જ છે. માટે અભિમાન ત્યજી લઘુબંધુઓને પણ વંદન કરવાં જોઈએ. આ વિચાર સ્ફરતાં જ બાહુબલીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અહીં કવિએ કલ્પના કરી છે .