________________
૨૭૩
શ્રી ઉદયરત્ન કડાકા સાથે જિનમંદિરનાં દ્વાર ખુલ્યા અને શ્રી સંઘને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના દર્શન થયાં તેથી કવીશ્વરની શ્રદ્ધા અને પ્રભુના પ્રભાવની પ્રશંસા થવા લાગી આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા બીજા દસ મલી કુલ પંદર કાવ્યો લીધા છે.
શ્રી ઋષભજિન સ્તવન
(૧). (વાર વાર રે વીહલ વંશ મુને તે ન ગમે રે-એ દેશી.)
મરુ દેવીને નંદ માહરે સ્વામી સાચે રે; શિવવધૂની ચાહ ધરે તે, એહને યાચે રે. મરુ. ૧ કેવલ કાચના કુંપા જેહ, પિંડ કાચો રે; સત્ય સરૂપી સાહિબ એહને, રંગે રાચો રે. મરુ. ૨ યમરાજાના મુખડા ઉપર, દેઈ તમાચો રે; અમર થઈ ઉદયરત્ન પ્રભુચ્ચું, મિલી માચે રે. મરુ. ૩
શ્રી શાંતિનાથ સ્તવન
(૨)
પિસહમાં પારેવડે રાખે, શરણે લેઇ રે, તન સારે છવાડ અભય-દાન દેઈ છે. પિસહ૦ ૧ અનાથ જીવને નાથ કહાવે, ગુણનો ગેહી રે; તે મુજને પ્રભુ તારતાં કહે, એ વાત કેહી રે. પિસહ૦ ૨ ગરીબ નિવાજ તું ગિરૂઓ સાહિબ, શાંતિ સનેહી રે; ઉદયરત્ન પ્રભુ તુજ શું બાંધી, પ્રીત અછેહી રે. પિસહ૦ ૩ ૧૮