________________
૧૯ પ્રકાશક શ્રીયુત ભાઈચંદ નગીનભાઈ ઝવેરી, જાતે વેપારી હેવા છતાં, સાહિત્યના વિષયમાં જે રસજ્ઞતા દાખવે છે અને અનુભવના દર્શન કરાવે છે એ જેમ જૈન ધર્મ અને એ અંગેના સાહિત્ય પ્રત્યેની અભિચી પુરવાર કરે છે તેમ બીજાઓ માટે પદાર્થ પાઠ પણ પુરે પાડે છે.
જૈન સમાજમાં અને ખાસ કરી મુંબઈ રાજ્યમાં જેમ રાજ નગર ધર્મ કરણની નજરે ન પુરી તરિકે ઓળખાય છે, તેમ ભાવ નગર જ્ઞાનની દ્રષ્ટિયે જન નગરનું મહત્વ ધરાવે છે, કેમકે ત્યાં એને લગતી સંસ્થાઓ મોજુદ છે. આમ છતાં સુરતની વાત વિલક્ષણ અને અદિતિય છે. સામાન્ય માનતા એવી છે કે સુરતના જેને મોટા ભાગે ઝવેરાનો ધંધો કરતા હોવાથી કીમતી પત્થરોના પરીક્ષકે ગણાય. તાવિક અભ્યાસ કરવાનો અવકાશ એમણે એ છો પણ સંભવે આમ છતાં સાચા ઝવેરીઓ યાને પરીક્ષક તરિકે તેઓએ જૈન સાહિત્યના પ્રકાશન અર્થે જે મોટી રકમો જુદી કહાડી એને ટ્રસ્ટ ફંડમાં રેકેલી છે અતિ પ્રશંસનીય છે. એમાં શેઠ દેવચંદલાલ ભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ તેમજ આ પુસ્તકના પ્રકાશકના પિતાશ્રીની સ્મૃતિમાં જેના સર્જન થયેલ છે એ શેઠશ્રી નગીનભાઈ મંછુભાઈ સાહિત્યદ્વારકુંડખાસ અગ્રસ્થાન ધરાવે છે. આ સંસ્થાઓ મારફત સારી સંખ્યામાં પુસ્તકે પ્રગટ થયાં છે. વર્તમાનકાળે ભવ્ય આત્માઓને આ સંસાર સાગર તરવામાં હાયક એવા બે સાધને જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. એ જિન પ્રતિમા અને જિનાગમ તે ઉભય પિતાને આંગણે સારી સંખ્યામાં અને સુંદર પ્રકારે ધરાવવાનું સૌભાગ્ય આજના સુરત શહેરને યાને ઈતિહાસ પ્રસિદ્ધ સૂર્યપુરને પ્રાપ્ત થયેલ છે. પ્રકાશકની ભાવના પ્રમાણે આ ગ્રંથ હજારોની હૃદય ગુહામાં પ્રકાશ પાથરનાર અને ભાવિ જીવન ઉજાળનારે બને એજ અભ્યર્થના. આશ્વિન સુદ ૧, અમરનિવાસ, મોહનલાલ દીપચંદ ચેકસી
૨૦૧૫ મુંબાઈ