________________
૧૨૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. વિશ્વપ્રેમ તરી આવે છે. તેના થોડા નમુના આ સાથે આપવામાં આવે છે.
શ્રી સિદ્ધાચળ સ્તવન જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા પાલીતાણું ગામમાં શ્રી ગિરિરાજ ઉપર મંદિરોની હારમાળા છે. તેનું વર્ણન કરતાં કવિ લખે છે કે–
વિમલાચલ નિત વંદિએ, કીજે એહની સેવા માનું હાથ એ ધર્મને, શિવ તરૂ ફલ લેવા. વિ. ૧ ઊજવળ જિનગૃહ મંડળી, તિહાં દિપે ઊતંગા; માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા, વિ. ૨
કેટલાં સુંદર શબ્દોમાં વર્ણન અને ઉપમા આપે છે. શ્રી વાસુપૂજ્ય સ્તવનમાં કવિશ્રી બે લીટીમાં મન ઉપર જણાવે છે. સાહિબા વાસુપૂજ્ય આણંદા, મેહના વાસુપૂજ્ય જીણુંદા; કલેશે વાસિત-મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.
શ્રી મુનિસુવ્રત સ્વામિના સ્તવનમાં ભરૂચમાં સ્તુતિ કરતાં સમકિતદેવ પિતાના પર તુષ્ટમાન થયાનું વર્ણન કવિત્રી કરે છે. “આજ સફલ દિન મુજ તણે, મુનિસુવ્રત દીઠા ભાંગી તે ભાવઠ ભવ તણ, દિવસ દુરિતના નીઠા. આંગણે કલાવેલી ફલી, ધન અમિયના વડા; આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તુઠા. આજ તિયતિ હિતદાન સન્મુખ હે, સ્વ પુદ સાથે જશ કહે સાહેબે મુકિતનું, કરિયું તિલક નિજ હાથે. આજ
શ્રી શ્રીપાળરાસ રદિરમાં સંવત ૧૭૩૮માં પુરો કર્યો તેમાં કવિશ્રીએ કાવ્ય ચમત્કૃતિની અવધિ કરી છે, તેને વર્ણન શકિતની