________________
૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. યશોવિજયજી નીચે મુજબ શ્રીપાલરાસ પૂરો કરતાં લખે છે કે
સૂરિ હરિગુરૂની બહ કીર્તિ, કીર્તિવિજય ઊવઝાયા; શિષ્યતા શ્રી વિનયવિજયવર, વાચક સુગુણસોહાયાજી. ૭ વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી; સેભાગી ગીતારથ સારથ, સંગત સબર સનેહાજી. ૮ સંવત સત્તર અડત્રીસા વરસે, રહી રાંદેર ચોમાસું છે; સંઘ તણું આગ્રહથી માંડ, રાસ અધિક ઉલ્લાસે છે. ૯ સાર્ધ સપ્ત-શત (૭૫૦) ગાથા વિરચી, પહોંતા તે સુર લોકેજી; તેહના ગુણ ગાવે છે ગેરી, મલી મલી કે શેકેજ. ૧૦ તસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયા; શ્રી નયવિજય વિબુધ પદ સેવક, સુજસવિજય
ઉવઝાયા. ૧૧ ભાગ થાકત પુરણ કીધે, તાસ વચન સકે તેજી; તિણે વલી સમક્તિ દષ્ટિ જેનર, તેહ તણુઈ હિત હિતેછે. ૧૨ જે ભાવઈએ ભણસ્ય ગુણસ્પે, તસ ઘર મંગળ માલાજી; બંધુર સિંધુર સુંદર મંદિર, મણીમય, ઝાકઝમાલાજ. ૧૩ દેહ સબલ સસનેહ પરિ છે, રંગ અભંગ રસાલાજી; અનુક્રમે તેહ મહદય પદવી, લહેસાંઈ જ્ઞાન વિશાલા. ૧૪
તેઓશ્રીએ સં. ૧૭૧૦માં શ્રી શત્રુંજય તીર્થ પર સહસ્ત્રકુટની પ્રતિષ્ઠા કરી છે. શાંતસુધારસ સં. ૧૭૨૩માં ગાંધારમાં રહે છે. જેમાં સેળ ભાવના ઉપર જુદા જુદા રાગોમાં ભાવવાહી સંસ્કૃત ગેય અષ્ટકે છે, તેની લેક સંખ્યા ૨૩૪ પ્રમાણની છે.
ઇદૂદૂત:- આ ખંડકાવ્ય લેખ સંસ્કૃત મંદાક્રાન્તા છંદમાં છે. ઉ. વિનયવિજયજીએ જોધપુર (મારવાડ) થી આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ