________________
૩૦ તપ કરે, ગિતના બેટથી તપ કરે, એવી રીતે અનેક પ્રકારે તપ કરે અને એવા કાર્ય પ્રસંગે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે, તોપણ તે તપ અને ચારિત્ર દુર્ગતિમાં જવાના કારણરૂપ થાય છે, ઈત્યાદિક વિચાર - મળમાં ગુંથાએલી વિમલશ્રી ભોજન આરોગવા લાગી. .
એવા અવસરને વિશે એક માલણ તેને ઘેર ફુલ મુકવાને માટે આવી. શેઠાણીને ક્ષીર ખતાં દેખીને તેણે પોતાની દષ્ટિને ક્ષીરમાં નાંખી, તે આકરી દષ્ટિવાળું ભજન કરનારી વિમળથી તેને તરત જ માલણની કરડી નજર બેઠી તે માટે “ઉત્તમ પુરૂષએ કહ્યું છે કે દુષ્ટ દષ્ટિ વગેરે દેષોને હરનારૂં એવુ પંચ પરમેષ્ઠી નવકારનું સ્મરણ હિતના ઇચ્છનાર એવા પુરૂષોએ ગણીને ભોજન કરવા બેસવું ” વળી કહ્યું પણ છે કે ભોજન કરવાના સમયે, કષ્ટ આવે થક, શયન વખતે, પ્રભાતે જાગૃત થતાં, પ્રયાણ કરવાને અવસરે, ભય આવી પડે ત્યારે, એવી વખતે પચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરવું. - હવે કરડી નજરવાળુ દોષીત અન્ન ખાતાં થકાં વિમળશ્રીને તરતજ વિરુચિકા (મૂ ) થઈ. અને અલ્પ સમયમાં મૃત્યુને - રણ થઈ ગઈ. કેમકે સંસારી છને ભરવું તે કંઈ મોટી વાત નથી
ન માનિ ર્વેિ સાણં, યાધિ પરનાશિ , निमित्तं किंचिदासाद्य, देही प्राणै विमुच्यते.
ભાવાર્થ-જલ, અગ્નિ, ઝેર, શસ્ત્ર, ભૂખ, રાગાદિક, ગિરિ થકી પડવુ. સર્પ અને મૂચ્છવડે કરીને મુહુર્ત માત્રમાં છવ શરીરને છેડી દે છે.
ઘણા શોકે કરીને તે સ્ત્રીની મરણ ક્રીયા વગેરે પૂર્ણ કરી કે તરતજ દેદાશાહ શેઠને પણ તાવનું વાદળ ચડી આવ્યું. સ્ત્રીના મરણથી જેને ઘણે શોક થયા કરે છે. વિમળશ્રી સરખી ધર્મપત્ની વારે ઘડીએ તેના પવિત્ર હદયમાં ખટક્યા કરે છે. આહા ! શું તેની પતિભક્તિ ! જગત માં એના સરખી ડાહી અને સમજુ તેમજ ચાતુર્યતાનો ભંડાર એવી સ્ત્રીઓ થોડી જ હશે. હા! દૈવે મારૂ છે અને મુલ્ય રત્ન હતું તે પડાવી લીધું છે. હવે તેને શેકથી હું પણ મારણ પથારીએ પડેલ છું. અરેરે ! સ્નેહના બંધનને ધિક્કાર છે!