________________
૨૦
બીજીવાર પણ દુઃખરૂપી દાવાનળમાં હું ફસાઈ પડે, અરેરે ! અહીં કરતાં તે જંગલમાં સારૂ હતું, જે સ્વતંત્રતાથી ગમે તેમ કરી શકતા'તા, પરતુ આતે નરકના સરખુ દુઃખ જjય છે. અરેરે ! જગતમાં પ્રાણીઓને પરાધિનતા સમાન અવર દુઃખ જ નથી. પરાધિનતાની બેડીમાં બંધાયેલા પ્રાણીયો બિચારા અંતરમાં ને અંતરમાં બળ્યાજ કરે છે. તેમાં વળી કારાગારની પરાધિનતા તે દુશ્મનને પણ મળશે નહિ, અહાહા ! શું દુઃખ આવે છે તે કાંઈ માણસને કહીને આવે છે !
સોરઠ, દુઃખના ડુંગર શીર, અણધાર્યા આવી ચડયા ધીરજ રાખે વીર, ભણેલ નર ભૂલ્યા પડયા.”
હવે જ્યારે આપણે સાથે આવી અણધારી આફત આવી પડી. તે તેને માટે કાંઈ પણ ઉપાય આપણે કરવો જોઈએ. ગમે તે પ્રયત્ન વડે કરીને દુ:ખરૂપી દાવાનળનો મૂળથી નાશ કરવો જોઈએ. ખરેખર ! દુઃખ વખતે માણસને ધર્મ એજ શરણ છે. ધર્મનું શરણ કરવાથી ઘણાંકનાં દુઃખ ક્ષય થઈ ગયાં છે, ઘણાકની ઈચ્છાઓ પાર પડી છે. માટે મારે પણ ધર્મનું શરણુ લેવું તેજ ઉચિત છે, તે આ લકમાં સુખકારી ને પલ્લે કે મોક્ષનું કારણ અને સર્વ પુરૂષોને સેવા કરવારૂપ એવા શ્રી થંભત પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરીને વિચારવા લાગ્યો. કે હે પાર્શ્વરાજ ! આ જગતમાં તમારા સરખો મહિમા બીજે કોણ હયાતી ધરાવે છે. તુમ ચિંતામણી મળે છતે કાચના કકડા સરખા બીજાની સમીપે કશું જાય ? હે પ્રભુતમારું નામ તથા પ્રતિમા અને તેની પૂજા, સ્નાત્ર, ફુલાદિક પામીને ઈચ્છિતને આપનારા બીજા પુરુષોનું અને દેવેનું મારે શું કામ છે ? હે સ્વામિન ! તમારા મહિમા જે છે તે અમોઘ ફળને આપનારો હેય છે, હે પાર્શ્વનાથ ! તમા રા પ્રાક્રમમાં કેટલાં વખાણ કરૂં! શ્રી કૃષ્ણ મહારાજના સૈન્ય ઉપર જરાસંઘ રાજાએ જરા મુકી સર્વ સૈન્ય સુછિત કર્યું, તે વખતે શ્રીકૃષ્ણ માહા રજે અઠ્ઠમનું તપ કરી ધરણેન્દ્ર પાસેથી તારી પ્રતિમા પ્રાપ્ત કરી તેના સ્નાત્ર જળના છાંટવા માત્રથી તેના સૈન્યની જરા તરતજ નાશ પામી ગઈ'તી. વળી કમઠોગીના અકાર્યને ભેગા થઈ પડેલા નાગને ઉદ્ધાર કરી ઈદની પદવી અપાવવા તમારે જ દોડીને આવવું પડયું તું. તે સિવાય અનેક ભકતને તમારાથી ઉદ્ધાર થએલો છે. ત