________________
અત્યારે મારું ભક્ષણ કરવાને તળે ઉપર થઈ ગયો છે, અરે ! હું હતાશ થઇને અત્યારે તેને આધિન થઈ ગયો છું. જો કે મારી પોતાની સત્તાથી ઘણું સંકટમાંથી હું પસાર થયેલો છુ, તેથી દુઃખની પણ દરકાર નહિ કરનારે હું અત્યાર ગરીબાઈથી પરાધિનપણાને પામેલ છું, પાપી માણસો ગાવિબળની. ભલેને તે પાપના પિટલા ભરે ! મિત્રો દુશ્મન થઈ.ખરાબ કરવાની ભલેને ઈચ્છા કરે! લુચ્ચા માPસ લુચ્ચાઈ કરીને અને લાખોની લાજે લુંટીને ભલેને થોડા વખતનું રામરાજ્ય ભોગવી લે છે પરંતુ ખરેખર ભવિષ્યમાં તેમને માટે જમરાજાના હાથના હંટરના માર તૈયારજ છે. યમના દૂતો તેના કાળની રાહ જોઇને જ ઉભા છે, પરણાની પરોણાગત કરવાને તેઓ તૈયાર જ રહેલા હોય છે. અમૃત હાય તથાપિ વિષના બિંદુથી મલીન થયેલું હોય તો તે અમૃત ધિક્કારને પાત્ર ગણાય,
જગતમાં કેટલાક ભારે કર્યાં છે એવા હોય છે કે તેઓને શીખામણની તો અસર થતી જ નથી. જેમ પત્થર ઉપર પાણી રે ડવું તે વ્યર્થ જ છે, તેમાં તેમને હિતની બે અક્ષરની કાંઈક શિક્ષા આપવી તે પણ છાણ ઉપર લીંપણની માપક વ્યર્થ જ છે, જ્યારે તેઓ મારી માફક કોઇનું કહેવું નહિ સાંભળતાં અહર્નિશ પાપના કાયમાંજ મશગુલ રહે છે, અને અનેક પ્રકારનાં કાળાં ધોળાં કરે છે, ત્યારે તેને માટે ભવિષ્યમાં આવી રીતે મારી માફક ઘોર શીક્ષા થાય તો તે યોગ્ય જ છે કારણ કે આજ સુધી આપણે અન્ય ઘણું જીવોને ત્રાહય ત્રાહય પરાવી તો પછી “ વારા ફરતી વારો અને દર્જન દુશ્મનનું મહ બાળો ” એવા જગતના સામાન્ય નિયમ પ્રમાણે ભાઇ સાહેબ અરે ! લહેરીલાલ સાહેબને પણ વારો આવે અને ઘણા કાળ સુધી તેમના ઉપર યમના દુતોના હંટરના માર પણ પડે તેમાં નવાઝ ગણી શકાય નહિ “ રાંધ્યા પછી બળતું બળે અને સ્ત્રીને રાંધ્યા પછી ડાહપણુ આવે ” એવી જગતમાં સામાન્ય લેક વાયકા સંભળાય છે, રાંધતી વખતે બળતું ન બળે અને રાંધ્યા પછી ભડભડ સળગે તે નકામુંજ ગણાય, તેમજ સ્ત્રી પણ પિતાને ધણી હયાત હોય ત્યાં સુધી તો તેને પજવતી હેય અનેક રીતે બીજી પણ ભૂલ કરતી હોય પછી તેને રંડાયા પછી ડાહપણ આવેતો તે શા કામનું ! તેવી જ રીતે આખી જીંદગી સુધી કાળાં કામ કરીને સાતે વ્યસનમાં રક્ત થયા, અને પછી મરતી વખતે જીવને બધુ સાંભળી