SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રીને વિશે કમળ જેમ સંકોચ પામે તેને સંકોચને પામતા હવા. હવે સોનાની છપ્પન ઘડીઓ આપવા વડે કરીને મંત્રીશ્વર ઈમાળ પહેરતા હવા. અને તિર્થને શ્વેતામ્બરનું સદાને માટે કરતા હવા. મંત્રીશ્વરના માળ પહેરવાના માંગલિક અવસરે મંગલ વાજા વાગવા લાગ્યો, સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યા. સર્વનાં હૃદય વિકર થવા લાગ્યાં, આજે મંત્રીશ્વરનાં જીવન સાફલ્ય મનાવા લાગ્યાં, તે પછી સંસારની જન્મ, જરા અને મૃત્યુના ભયને નાશ કરનારી આતી તે ઉતારતા હવા. ઉપરનું કામ સમાપ્ત કરી ઘણા માણસોથી વિંટાયા થકા પ્રધાન પિતાને ઠેકાણે આવતા હવા. એવી રીતે પથડકુમાર મંત્રીશ્વર તિર્થ લઇને નીચે ઉતરી પિતાને ઉતારે આવ્યા, હવે નીચે આવીને પેથડકુમારે અભિગ્રહ કર્યો કે દેવનું છપ્પન ઘડી સેનું જ્યારે હું આપીશ ત્યારે જ ભજન કરીશ, એવો અભિગ્રહ ધારણ કરનાર પિથડકુમારને એક ઉપવાસ પણ થયો, કેમકે ધર્મના કાર્યમાં, રોગને નાશ કરવામાં, દ્રવ્યના આવાગમનમાં દેવ દ્રવ્ય આપવાને વિશે જે વિલંબ કરે તે શુભકારી નથી, વળી દેવકુળનું રહેણું અથવા અંગીકાર કરેલું ધન આપે નહિ તો તે ધન પિતાની મેળે જ તેની ઉપેક્ષા કરે છે, અને તે દરિદ્ધી થઇ સં. સારમાં ઘણાં કાળ પરિભ્રમણ કરે છે. માટે ગમે તેમ કરી ઘાસ કાષ્ટાદિકના વેચવે કરીને તથા પારકા ઘરે દાસપણું કરવા વડે કરીને પણ આત્મ હિતાના અથએ દેવ દ્રવ્ય આપવું જોઈએ. વળી દેવ દ્રવ્યનો વિનાશ કરવે કરીને તેમજ સાધુની હત્યા કરવે કરીને, છન શાસનની નિંદા કરવા વડે કરીને, સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવા વડે કરીને સમ્યકત રૂપી બીજને બાળવાને તે અગ્નિ તુર્થ થાય છે. અર્થાત એવા માણસને બોધિબીજ મળવું દુર્લભ હોય છે. તેમજ ચૈત્ય દ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ધર્મને નહિ જાણનારો તથા મુંઝાણી છે બુદ્ધિ જેની એ પુરૂષ ઉપર કહેલા નિયમોની જે વિરાધના કરે છે તે પુરૂષ નરકને જ અધિકારી થાય છે. બીજે દિવસ થશે તેય પણ પેથડકુમારે ભોજન ન કર્યું. તેવારે સંધમાં બીજા મહધિક જન પણ ભેજન ન કરતા હતા, ઉંચા મેઘની માફક સ્વર્ગના માર્ગને દેખતાં તેને છેવટે બે ઘડી દિવસ બાકી રહયે, એટલામાં સોનાથી ભરેલી ઉંટડીઓ માળવાથી આવતી દેખાવા લાગી, સર્વ લોકે આનંદમાં ડોલવા લાગ્યા. સાંઇ
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy