________________
૧૮૮ ચંડાળની વાણી સાંભળી જુગારીએ બચવાની આશા છેડી. હદયમાં પાર્શ્વનાથનું ચિંતવન કરતાં થાં તેના મુખમાંથી અંતિમ ઉડ્યારે બહાર નીકળી પડયા.
સોરઠ “લક્ષ્મી ચતુરા નાર, રાજા ઘેર ચાલી જશે, દુઝ લલિતા સાર, મુજશું સ્વર્ગ સિધાવશે; શરણુ શ્રી ફણીરાય, અવર નથી કોઈ આશરો, રટતાં તારું નામ, જીનવરજી જાશું અમે.”
હે ચેતન ! આ નાશવંત સંસારમાં તારાં કુકમનો પશ્ચાત્તાપે કરી આખરે પ્રભુ પાસે ક્ષમા માગી લે, હે પામર ! તું જગતના ક્ષણિક સુખને માટે આસક્ત થઈશ નહિ, કારણ કે બાહ્ય વસ્તુઓને ત્યાગ કરવાનો દિવસ હારે નિશ્ચય આવવાને છે.
કાયા મહર બંગલી, લુંટાશે તારી માનવી, સંબા સમયના રંગ જેવી, અંદગી આ જાણવી. આશા રૂપ વિષે વેલી, વિંટાઈ પામર શું ફરે ! વેળા વેળાની છાંયડી, પસ્તા પાછળ તું કરે.
ખરેખર માણસને જગતમાં કોઈ પણ વિશ્રામ ધામ હોય તે ફક્ત શ્રી પરમાત્માનું સ્મરણ જ ચિત્તને નિર્મળ કરનારું છે. આખી જંદગી એળે ગુમાવી, તદપિ અંતિમ સમયને વિશે પણ પરમ પવિત્ર પાર્શ્વનાથનું શરણ મને લાભકારી થાઓ ! મારા વિનને હરણ કરનારૂં થાઓ ! જગતના તારકની સ્તુતિ વસ્તુતઃ ઈચ્છિતને દેનારી છે, તથાપિ ભોળા મનુષ્યો બ્રમણમાં ભૂલીને જ્યાં ત્યાં ભટકાય છે.
ગાયન, ત્રિભુવન વંદન જગદાનંદન, વિઘન સરૂપી તું ઘતાર; શુદ્ધ બુદ્ધ તુ કર્મ નિકંદન, ધર્મ ધુરંધર તું કિરતાર સત્ય વાયક મુખમાંથી ઉચરવું ધ્યાન પ્રભુનું નિરંતર ધરવું. ધર્મ કર્મમાં અહોનિશ રમવું, પાપ કરતાં દિલથી ડરવું, સુષ્ટિ સકળને નરક્ષર નાયક, પારસમણિ તું છે જીનરાજ. ત્રિભુ વિકટ વાટ ભવરણમાં વિચરવું, દુઃખ દાવાનલથી નહિ ડવું,