________________
૧૬૦
મ મારવા લાગ્યા. ચાલો રે ચાલો શ્રીપાળા જલદી તૈયાર થાઓ ! વખત બહુ થઈ ગઈ છે. તરત જ શ્રીપાળ શ્રેણી જમનું તેડું આવેલું છે તેથી સ્ત્રીની રજા લેવા લાગ્યો. જેનું વદન કરમાઈ ગયું છે એવા પડી ગયેલા મોંએ તેમજ પત્નીના ત્યાગથી ઉત્પન્ન થતા ખેદની નિશાની રૂપ અછ પરિપૂર્ણ આંખે તેને જે અક્ષર કહેવાના તા, તે કહીને ચાલવા લાગ્યો. લલિતા ! લલિતા! અરે ! હીણભાળી લ. લિતા ! અત્યારે ધિરજ ધારણ કરી શકી નહી. અંતિમ ઘડીયે મરવાને જતા એવા પિતાના જુગારી પતિને તેણી વળગી પડી. મુક્ત કંઠે મુશકે ઇ શકે રડવા લાગી. આંખોમાંથી શ્રાવણ અને ભાદ્રપદની માફક અશ્રુનાં બિંદુઓને અખલિતપણે વહેવડાવવા લાગી. અહા ! મારે હવે આવા કટા કટીના સમયે શરમાવાની લેશ પણ જરૂર નથી. જગતમાં શરમાય તે કરમાય એ સામાન્ય નિયમ છે, પતિની અંતની ઘડીઓ ઘડાવા લાગી છે. હવે થોડા વખતમાં પતિ સદાને માટે નાશ થવાનો છે. તે આવી તરૂણ સુંદરી એકા એક પતિને કેમ જવા દે ! જીવનની દોરી તુટવા લાગી. અરર ! આશાનું સુકોમળ પુષ્પ કરમાવા બેઠું. માણસો ધીરે ધીરે ભરાવા લાગ્યા, વખત વહેવા માંડે, તથાપિ નિર્ભયપણે આ નિર્ભાગી લલિતા પિતાના પતિને વળગેલી છે. તે ઘણો નારાજ થાય છે તે શરમાય છે. તથાપિ અત્યારે તેની સ્ત્રીએ લોનો ત્યાગ કરેલો છે. તેણી હવે નિર્ભય અને નિર્લ જ બનેલી છે. તેના આ બનાવથી ભેગા થએલા હજારો લોકો રાજાના કૃત્યને ધિક્કારવા લાગ્યા. અને ત્રાસ પામવા લાગ્યા. તેમના હૃદયમાં દયાના ભાવે ઉત્પન્ન થવા લાગ્યા. લેકે આંખોમાંથી અબ પાડવા લાગ્યા. અને આ ઉભય દંપતિ નો અપ્રિતમ નેહ દેખી તેમને ધન્યવાદ આપવા લાગ્યા. અહી રને દેખાવ શૂરવીરના હદયને પણ ત્રાસ આપનારો થઈ પડ્યો. અને મારા વાંચકને પણ દીલગીરી ઉપજાવ્યા વગર નહિ. લલિત લલિતા ! અરે કમલાખ નિભાંગી લલિતા ! રડતી રડતી તેણી પતિને આજીજી કરવા લાગી “અરર ! તમે તો હાવ નિય નિવડયા અને હું દમયંતી અને દ્રોપદી કરતાં પણ ઘણી કમબખ્ત નિવડી, કેમકે નળરાજાએ જંગલમાં તેણીને રઝળતી કરી'તી, તથાપિ દમ યંતી ફરીને પણું નળને મેળવી શકી'તી, અને હું તે હવે તમને કેવી રીતે મેળવી શકીશ ! પાંડ જો કે દ્રૌપદીનો ત્યાગ કરવા