________________
- ૧૩ર
સેરઠે. હીણભાગી તુજ કંથ, આંસુ ઢાળે આંખથી, લખ્યા વિધિના લેખ, ટાળ્યા તેતે નવી ટળે; માંકલડાની જાત, મનવા તે આ શું કર્યું,
ગુણવંતુ ગુલઝાર, વિણ વાંકે કરમાઈ ગયું ” રાજાની સ્થીતિનું રાણીને પણ ભાન થયું, અત્યારે તે તેના સંકેતથી એક બીજાનું સન્માન થયું, રાજાને આવતો દેખીને રાણીએ ઉભા થઈ રાજાને હર્ષથી વધાવી લીધા, ઘણે દિવસે એક બીજાના અંતરમાં આનંદની ઉમ ઊછળી રહી. એક બીજાનાં ઉદાસિનતાથી છવાયેલાં મુખડાં આસાના જીવનથી તેજસ્વી જણાવા લાગ્યાં, રાજાએ રાણીને મનામણના બત્રીસ લાખ ટકા આપ્યા, તથા ઘણા મુલ્યવાળાં વસ્ત્રો તેમજ ઘણું ઘરેણું વગેરે આપી લલનાના હદયને ઘણા દિવસને શોક નિવારણ કર્યો. આજે નિભંગી સુંદરી ઉપર તેના દૈવે પ્રસન્નતા બતાવી. પ્રધાને રજા રાણી વગેરેનો સ. ત્કાર કર્યો. પછી સ્ત્રીને લઈને હાથી ઉપર બેસી મહોત્સવ પૂર્વક વાત્રોના ગરવ સાથે તે ઘેર આવવા નિકળ્યો. હાથી ઉપર અલંકારથી શણગારેલી સુંદરી પિતાની આગળ બેસાડી જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજીને લઈને શ્રી કૃષ્ણ વાસુદેવ આવતા હોય તેમ રાજા રાણીને લઈને પિતાના આવાસ તરફ આવતા હવા. અનેક પ્રકારનાં વાજીંત્રો વાગવા લાગ્યાં, નવી પરણેલી સ્ત્રીની માફક તેને લઇને રાજ પોતાના મહેલમાં આવ્યો. અરે ! લીલાવતી રાણીની આપદા તે તેને માન અને યશને માટે જ થઈ, રાજાએ તેને સન્માન પૂર્વક પાછી આણી ખરેખર ઉત્તમ પુરૂષોને પિતાના લોકોત્તર આચારથી આપદા પણ સંપદાને માટે થાય છે. કેમકે અગ્નિને વિશે નાંખેલું એવું અગ્નિ શૌચ નામાં વસ્ત્ર તે નિર્મળપણું પામે છે તેવી રીતે રાણીની આપવા તેની સંપદા, યશ, માન અને પૂજાને માટે થઈ.
રાજાએ કાંબા રાણીને ઘણો તિરસ્કાર કર્યો. રાજાના ત્રાસ થી કદંબા રાણું ભય પામી થકી ત્યાંથી પલાયન થઈ ગઈ. કેમકે કેઈને કલંક દીધા પ્રમુખનું પાપ માણસ આ ભવમાંજ ભોગવે એવો સામાન્ય નિયમ છે તેથી કદંબા રાણી તે ત્યાંથી ઝટપટ છપાંચજ ગણી ગઈ.