________________
૧૧૭
ની આજે હું ભેગા થઈ પડી છું, હવે મારૂ કલંક શી રીતે ઉતરશે? મારા જેવી હીણભાગી અબળાઓને હવે જીવીને પણ જગતમાં શું કરવું છે? પતિથી ત્યજાએલી એવી યુવાન યુવતીને તે મરણનું શરણ કરવું એજ સારું છે, જગમાં માણસને માટે “તનથી હાલી લાજ” એ સામાન્ય નિયમ કુદરત તરફથી ઘડાયેલો છે? અને તે નિયમને અમલ કરવાને આજે દેવે મને હીણમાગીને અમુલ્ય તક આપેલી છે.
અરેરે ! આ રાજાની કીર્તિ સાંભળીને તેની ઉપર હું કુમાર અવસ્થામાંજ આશક થઈ'તી, તેના ગુણોએ કુમારપણામાંજ મારા દિલને વશ કરી લીધુતું, કુમાર અવસ્થામાંથી જ તેને નહિ જોયા છતાં પણ હું તેની ઉપર અપાર સ્નેહને ધારણ કરતીતી, પરણ્યા પછી પણ અમો દંપતિ અનેક પ્રકારના સુખમાં અમારા દિવસો વ્યતિત કરતાં'તાં હું નહતી ધારતી કે મારે માથે દેવ આવા દિવસો લાવશે ? મને વિશ્વાસ નહોતો આવતે કે એક વખત હું રાજના તિરસ્કારનું પાત્ર બનીશ, પણ અરેરે! દુર્દેવે અમારા પતિના સુખમાં આજે પત્થર નાખ્યું અને આમાં ભંગ પણ પ્રાધ્ય અમે અમારું સુખ જોઈ તેને ઇર્ષ્યા થઈ કે કેમ? જેથી જે પતિ મારા સ્નેહ રૂપી અમૃતથી સિંચન કરાયેલે છતે એક વખતે મને સુખી કરવાને તનતેડ પ્રયત્ન કરતા તે, તેણે જ મને આસ્તે રહીને મેતના પંજામાં મુકવા અંધકાર રૂપી દુઃખમાં હડસેલી દીધી, દેવ! દેવ! માનવ પ્રાણીની બુદ્ધિને પલટાવનાર તું જ છે, જ્યાં ઘણો રાગ હોય છે ત્યાં કાળે કરીને દેવું થાય છે અને જ્યાં દ્વેષથી તીવ્ર ઝેરવેર વરસેલાં હોય છે તેમની વચ્ચે કાળાન્તરે ગાઢપણે સુલેહ પણ પથરાય છે, એવી રીતે અનેક પ્રકારે જગત ઉપર સામાન્ય રીતે કાળનું પરિવ
ન થયા કરે છે, કાળે કરીને રાજા રંક બની જાય છે, અને કાળે કરીને દુઃખી સુખી અવસ્થામાં ઉચે ચડી જાય છે, જેવી રીતે ગાડાનું ચક્ર વારંવાર ઉચે ચાલે છે અને નીચે જાય છે, તેવી જ રીતે માનવના જીવનમાં પણ ચડતી પડતીના બનાવો બન્યા જ કરે છે. અરેરે ! શ્રેણીક જેવા પતિને શું કેદખાનામાં વીંટીનું ઝેર ચુસીને નહેતું મરવું પડ્યું! કૃષ્ણ સરખા વાસુદેવને પણ જંગલમાં પાણું પાણી કરતાં તરફડીયા મારતાં નહેતું મરવું પડયું ! મારે ખરેખર