________________
રાજા પણ ધણો નવાઈ પામ્ય, કે આશુ આશ્ચર્ય ?? તેથી તેને ખુલાસો હેમ પ્રધાનને પૂછતો હતો. મહા બુદ્ધિવંત એવો તે પ્રધાન સમયને ઉચિત એવું સમાધાન કરતો હતો. કે હે રાજન ! અતિશય પાણીની ઉછળતી લહેરી તેના છાંટાએ કરીને રાજાને વેશ મલિન ન થાય? આવી શંકાના વશે કરીને ઘડે પાણીમાં ન પડે, કેમકે કુળવંત પ્રાણીઓ પોતાના સ્વામીથી પ્રતિકુળ કાંઈ પણ કરતાં નથી. પ્રધાનનું વચન સાંભળીને રાજાને સંતોષ થયો, અને તે પછી તે પે સેનાના અલંકાર પહેરીને અને શુદ્ધ આહાર કરતો થકો એકાન્તને વિશે સુખે સમાધે રહે છે. દેવતાની માફક મહા તેજસ્વી એવો તે રાજાને ઘણો માનનીક થશે, તેમજ પરમૈન્યની આપદાને ભાગનાર અને રાજાના કષ્ટને દૂર કરનાર એવો તે ઘડે જેનું “વેગ પ્રભંજન” એવું નામ આજથી રાજાએ આપ્યું. વિનય વડે કરીને તિર્યંચ પણ પૂજા પામે છે. માટે જગતમાં વિનય તેજ સારભૂત છે, વિનય વિના કલ્યાણ થતું નથી, ધર્મ, નું મુળ વિનયજ છે એટલું જ નહિ પણ વિનય તે પરલેકે પણ કલ્યાણને આપનારો થાય છે.
હેમ પ્રધાને ઘડાને આશય જાણે જેથી તેની ઉપર તે રાજ ઘણે તુષ્ટમાન થયો છે તેને ઇચ્છિત માગવા વચન આપ્યું, હવે અવસરને જાણ એવા છે તેમ પ્રધાને રાજાને કહેવા માંડયું છે દેવ! “ આ તમારું વચન અમૃત કરતાં પણ મીઠું છે, કેમકે ઘણા વખતથી હું આપની પાસે યાચના કરવાની રાહ જોત તો. અને કેટલેક કાળે આજે મારી આશા સફળ જાણી હુ યાચના કરૂ છું! કે હે સ્વામિન્ ! દાતાર થઈને આટલું કામ કરશે. આ નગરમાં મારો બાંધવ એક મનહર જૈન ચૈત્ય કરાવવાની ઈચ્છા રાખે છે, તેથી મનાઈચ્છિત ઠેકાણુને વિશે એક ચિત્ય જેટલી જગ્યા આપે.”
પ્રધાનની વાણી સાંભળીને રાજા કહેવા લાગે કે હે પ્રધાન! બ્રાહ્મણોની અપ્રીતિ હશે તે પણ હું તમને જગ્યા આપીશ પણ હે હેમ ! તે તારો બાંધવ ક્યાં રહે છે ? તેનું શું નામ છે ? તે હાલમાં ક્યાં રહે છે ! તે તું મને કહે?”
હે સ્વામી! “પૃથ્વી પર એ નામે અવંતી દેશના મંડન રૂપ