________________
૪૬
પુષ્પ ૬૩
મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે.
Desist if you have to involve in any sort of highly sinful Violent Trade.
પુષ્પ ૬૪
બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે.
Desist if, while obtaining vast fortune, somebody's life is to be unjustly sacrificed.
પુષ્પ ૬૫
વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.
Utilize well today's 2,16,000 seconds (moments) reflecting that time is very precious.