________________
પુષ્પ ૪૨
ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. Enter into the accomplishment of today's transactions after certainly having spared time for religious duties.
પુષ્પ ૪૩
- - કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. Considering the nature of every passing day, contemplate over that pure thing any time during the day, even if it has not been feasible at the start of the day.
પુષ્પ ૪૪
આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. Enter into this day by inquiring into your way of living with respect to diet, movement and | personal hygiene.