________________
૨૬
પુષ્પ ૩૩
- - ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. Begin this day by resolving a good thought of finishing the work that might have been left unaccomplished yesterday.
પુષ્પ ૩૪
- - આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. If you are contemplating to begin any work today, then enter into this day by weighing discriminately your time, ability and the result.
પુષ્પ ૩૫
- - | પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું | છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. Enter into this day by keeping in mind that at every step there is sin, at every sight there is poison and at every moment Death is knocking at the door readily awaiting and hanging overhead.