________________
૧૬
પુષ્પ ૧૯
રાજા હો કે રંક હો - ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. Whether you are a king or a pauper, turn towards righteousness by contemplating upon this thought that remains (relics) of this body are going to require not more than five to six feet of land and that too for a brief period of time!
પુષ્પ ૨૦
તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી? It doesn't matter if you are a king. Do not lose yourself to unawareness and idleness, since you are eating the bread (by extracting Taxes) from people of lowest among lowest, of meanest among meanest, of adultery, of abortion, of heirless person, of outcastes, of butchers and of prostitute. What then....?