________________
ત્રણ રત્નો આર્યદેશનો વેપારી યવન દેશમાં ગયો. યવનરાજાને નજરાણામાં વસ્ત્રો, મણિ અને રત્નો ભેટ ધર્યા.
રત્નો તો અમૂલખ હતાં. કેટલાંક અંધારામાં અજવાળાં કરતાં, કેટલાંક પાણીમાં માર્ગ કરતાં, તો કેટલાંક મૂઠીમાં રાખતાં અજબ ગરમાવો આપતાં.
યવનરાજ કહે : “રે વેપારી ! તારા દેશમાં અજબ રત્નો પાકે છે. મારા દેશમાં તો ફક્ત ડુંગળી પાકે છે. મારે તારો શ જોવો છે.”
આર્ય વેપારી ને યવનરાજ ભારતમાં આવ્યા. અહીં આખું ઝવેરી બજાર હતું. ભાતભાતનાં રત્નો હતાં. યવનરાજ તો એક જુએ ને એક ભૂલે.રત્નોનો દાબડો લઈને બેઠેલા એક ઝવેરીએ એકાએક દાબડો બંધ કર્યો ને કહ્યું : “રે! વનમાં મહાઝવેરી આવ્યા છે. મારે ત્યાં જવું છે. અજબ અજબ રત્નો તેમની પાસે છે.”
યવનરાજ તેની સાથે મહાઝવેરીને જોવા વનમાં આવ્યો ત્યારે જોયું તો એક સાવ વસ્ત્રહીન સાધુ બિરાજમાન હતા. પણ એની વાણી સાકર-શેરડી જેવી મીઠી હતી.
યવનરાજ કહે : “આ તમારો મહાઝવેરી? એની પાસે તો પહેરવા કપડાંય નથી !'
વેપારી કહે : “તમે ચાલો, ને પરિચય કરો. મહારનોનો એ ઝવેરી છે.” યવનરાજે તો જઈને પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો : “આપની પાસેનાં રત્નો બતાવશો ?
મારી પાસે અનેક રત્નો છે, એમાં ત્રણ રત્નો તો અજબગજબ છે. પહેલા રત્નનું નામ તે જ્ઞાન. એનાથી સારું શું અને ખોટું શું એની સમજ પડે છે.'
બીજા રત્નનું નામ શ્રદ્ધા. સારું જાણ્યું, ખોટું જાણ્યું, પણ તે વાત પર શ્રદ્ધા થાય તો કામ થાય. માટે એ રત્નનું નામ શ્રદ્ધારત્ન છે.”