________________
દવા આપવાની શરૂ કરી. ચંદ્રકાન્તભાઈએ સેવાપરાયણ માતાની સ્મૃતિમાં બોરીવલીના નૂતન નગરમાં એક દવાખાનું ખોલ્યું
આજે દર મહિને આ દંપતી સાધર્મિક ભાઈબહેનોને અને અન્ય જરૂરિયાતવાળાઓને કપડાં આપે છે. દિવાળીમાં મીઠાઈ, કપડાં તથા અનાજ આપવામાં આવે છે. કબૂતરોને દાણા આપવાં કે પાણીની પરબ જેવી પ્રવૃત્તિઓ તો એમના સહયોગથી સતત ચાલે છે. મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા મહાવીર ક્લિનિકમાં થોડા જ સમયમાં ડાયાલિસીસ સેન્ટર એમના માતુશ્રી રૂક્ષ્મણીબહેન ભણસાળીના નામથી શરૂ થશે.
આ દંપતીને જીવનના ‘ગયા વર્ષો’નો આનંદ છે અને રહ્યાં વર્ષો'માં સેવાની ભાવના છે. સમૃદ્ધિમાં રહેતા હોવા છતાં એમની આંખોમાં સામાન્ય અને દુઃખી માનવો માટે અપાર કરુણા વસેલી છે. એમનાં પુત્રોમાં સંસ્કારની સાથે સેવાનો વારસો પણ પ્રગટી રહ્યો છે.
આવા ચંદ્રકાન્તભાઈના ઈકોતરમાં વર્ષનાં મંગલ પ્રવેશ નિમિત્તે એટલી શુભભાવના કે એમના દ્વારા જે સેવાકાર્યો થયાં છે તે વધુ ને વધુ થતાં રહે અને ચંદ્રકાન્તભાઈ તથા ઊર્મિલાબહેનની જીવંતમધુર સેવાભાવનાથી સમાજ મઘમઘતો રહે.
12 વર્ગ વ