________________
સેંટ ઝેવિયર્સ સ્કૂલના અભ્યાસ સમયે એક શિક્ષકે પોતાના અનુભવનો નિચોડ આપતા એમ કહ્યું કે જિંદગીમાં ક્યારેય કોઈ આપણું કહ્યું કરે નહીં, ત્યારે બે શબ્દો યાદ રાખવા, એક શબ્દ છે ફરગેટ’ (ભૂલી જવું) અને બીજો શબ્દ છે “ફરગીવ' (માફ કરવું). જીવનમાં જો ‘ફરગેટ’ અને ‘ફરગીવ’ અપનાવશો, તો તમને જીવનમાં સાચો આનંદ મળશે. શિક્ષકની આ વાત ચંદ્રકાન્તભાઈને હેયા સોંસરવી ઉતરી ગઈ
આ ‘ફરગીવ’ અને ‘ફરગેટનો ભાવ એમણે એમના જીવનમાં એવો તો વણી લીધો કે એને પરિણામે ક્યારેય એમને જીવનમાં કોઈના તરફ કટુતા જાગી નથી કે કશું ઓછું આવ્યું નથી. એમના જીવનની શાંતિમાં આ વિચારણાને કારણે ક્યારેય કોઈ ખલેલ ઊભી થઈ નથી. એમના સરળ સ્વભાવને સદાય સુંદર, ઉમદા જગત જ નિરખવા મળ્યું. એમની ઉમદા ભાવનાઓને પોતાની આસપાસ આનંદનો મહાસાગર ઉછળતો નજરે પડ્યો. અન્ય વ્યક્તિઓને તો ‘હસતે હસતે આના માટે, જીવનનો આનંદ મેળવવા માટે પ્રયત્ન કરવો પડે, જ્યારે ચંદ્રકાન્તભાઈના જીવનમાં સદાય સ્નેહ, સૌજન્ય અને મધુરતા હાથમાં હાથ મિલાવીને ચાલતા રહ્યા છે.
૧૯૪૮માં નવમી ડિસેમ્બરે ઊર્મિલાબહેન મણિલાલ મહેતા સાથે એમના લગ્ન થયા અને બંને પરસ્પરના પૂરક બની રહ્યા.
કા કા
ક
ક lot
Is મા તાર મા II