________________
શ્રી ચંદ્રકાન્તભાઈ ભણસાળી
• પરિચય :
ગુજરાતનું પાટણ શહેર એટલે સંસ્કારની બેનમૂન નગરી. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ એટલે સોલંકીયુગ અને આ સોલંકીયુગનું પાટનગર એટલે પાટણ. આ શહેર માત્ર ગુજરાતની સત્તા અને સમૃદ્ધિનું મથક જ નહોતું, બબ્બે ગુજરાતની વિદ્યાનું મહાન કેન્દ્ર પણ હતું. એ સમયે પાટણમાં જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળની યશોગાથા ગવાતી હતી, તો એ જ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની મહાન વિદ્વત્તાનો અજોડ મહિમા ગૂંજતો હતો.
પાટણ શહેરનો જૈન સમાજ એની આગવી સંસ્કારિતા અને ધાર્મિકતા માટે સર્વત્ર જાણીતો છે. આવા સંસ્કારી શહેરમાં વસતા ધર્મપરાયણ કુટુંબમાં ઈ.સ. ૧૯૨૭ની પાંચમી નવેમ્બર રૂક્ષ્મણીબહેનનની કૂખે ચંદ્રકાન્તભાઈનો જન્મ થયો. પિતા મણિભાઈના જીવનમાં આનંદનો આ વિરલ પ્રસંગ હતો, કારણ કે ઘણાં વર્ષો બાદ એમને ત્યાં પુત્ર જન્મનો અવસર આવ્યો હતો.
વ્યક્તિના સંસ્કાર ઘડતરમાં સૌથી મોટો ફાળો કુટુંબનો હોય છે. શ્રી ચંદ્રકાન્તભાઈના દાદા જેહુચંદભાઈ ભણસાળી અત્યંત ધર્મિષ્ઠ હતા. એમણે જીવનમાં સદાય ધર્મોપાસના કરી હતી.
છે
છે.
જા
છે!