________________
ગાથાર્થ : આચાર્ય શ્રી કાલિકસૂરિજીએ પ્રથમાનુયોગ અને લોકાનુ
યોગ નામના બે ગ્રંથોની રચના કરી. પ્રથમાનુયોગ ગ્રંથમાં શ્રી જિનેશ્વરો, ચક્રવર્તીઓ તથા વાસુદેવોના ચરિત્રો અને પૂર્વભવોની ગુંથણી કરી. લોકાનુયોગ ગ્રંથમાં નિમિત્તને લગતી વાત જણાવી. (૧૪૩)
श्लोक : अजसमुद्दगणहरे, दुब्बलिए धिप्पए पिहो सव्वं ।
सुत्तत्थचरिमपोरिसि-समुट्ठिए तिन्नि कयकम्मा ॥१४४॥ टीका : आर्यसमुद्रे गणधरे दुर्बले कृशे सति सर्वं भक्तपानादि गुरुयोग्यं पृथग्
गृह्यते, आर्यसमुद्रसूरयः कृशाः बहुप्रयासाक्षमाः अतो गुरुयोग्यं पृथग् विह्रियते । तथा सूत्रार्थचरमपौरुषीतः समुत्थिते गुरौ त्रीणि कृतकर्माणि क्रियन्ते । कृतकर्म विश्रामणादिशुश्रूषा । एकं सूत्रपौरूषीत उत्थिते यदा गुरवः सूत्रवाचनां कारयित्वा निर्विण्णा उत्तिष्ठन्ति तदा मुनयो वैयावृत्त्यं कुर्वन्ति । एवमर्थपौरुष्यामपि । अर्थपौरुषी अर्थकथनपौरुषी।
चरमा पौरुषी संस्तारकपौरुषी ज्ञेया ॥१४४॥ ગાથાર્થ : આર્યસમુદ્રસૂરિ કૃશકાયાવાળા હોવાથી તેમને યોગ્ય ભક્ત
પાન-આહાર-પાણી જુદા ગ્રહણ કરાય છે. તેમજ સૂત્ર, અર્થ અને ચરમ પોરસીમાંથી ગુરુ ઉભા થતા ત્રણ કૃતિકર્મવંદન વિશ્રામણા-સુશ્રુષા વગેરે કરાય છે. એક સૂત્ર પોરસી થકી ગુરુ ઉઠે ત્યારે થાકેલા હોવાથી શિષ્યો તેમની શુશ્રુષા કરે. તે જ રીતે અર્થ પૌરસી થકી અને છેલ્લી સંસ્તારક પોરસી, અર્થ પોરસી એટલે કે સૂત્રના અર્થનું કહેવું તે. (૧૪૪)
હું
૯૦
= | શ્રી યમપુર
૯