________________
આ કર્તા શ્રી પદ્યવિજયજી મ. પી.
(સુણ મેરી સજની રજની ન જાવે રે-એ દેશી) શાંતિ જિનેસર સોળમો સ્વામી રે, એક ભવમાં દોય પદવી પામી રે પૂણું પલ્યોપમ ઓછું જાણો રે, અંતર ત્રણ સાગર મન આણો રે- (૧) ભાદ્રવા વદ સાતમ દિન ચવન્ન રે, જનમ તે જેઠ વદિ તેરસ દિન્ન રે આલીશ ધનુષ કાયા તજી માયા રે, જેઠ વદિ ચૌદસ વ્રત નિપાયા રે- (૨) સુદિ નવમી પોસમાં લહે જ્ઞાન રે, અતિશય ચોત્રીશ કંચન વાન રે લાખ વરસ આયુ પરમાણ રે, જેઠ વદિ તેરસ દિન નિરવાણ રે- (૩) જિન પારંગત તું ભગવંત રે, સ્યાદ્વાદી શંકર ગુણવંત રે શંભુ સ્વયંભુ વિશ્વી વિધાતા રે, તું હી સનાતન અભયનો દાતા રે- (૪) પિતા ગાતા માતા ભ્રાતા રે, જ્ઞાતા દેવનો દેવ વિખ્યાતા રે ઇણિ પરે ઓપમા ઉત્તમ છાજે રે, પદ્મવિજય કહે ચઢત દિવાજે રે- (૫)
કર્તા: શ્રી પદ્મવિજયજી મ. (હાંરે માહારે જોબનીયાનો લટકો દહાડા ચ્યાર-એ દેશી) હાંરે મહારે ! શાંતિજિનેસર અલવેસર આધાર જો, લેઈ દીક્ષા દિયે શિક્ષા ભવિજન લોકને રે લો હાં પામી શાન ધરી શુભ ધ્યાન અનંત જો, રાણ ભુવન અજવાળે ટાળે શોકને રે લોક(૧) હાંશૈલેશીમાં થઈ અલે શી સ્વામિ જો, નિજ સત્તાનો ભોગી શો ગી નહી કદા રે લો હ૦ ગુણ એકટીસ જગીશ અતિ અદ્દભુત જો, પ્રગટ થયા અવગુણ ગયા સવિ સાદિ સદા રે લો (૨)
૩૦)