________________
સાદર સમણુ.
પ્રત્યુ! સ્મરણીય અ, સૌ. સ્વ, પ્રિય પૂજય વડિલ માતુશ્રી રતનબાઈના પવિત્ર ચરણામાં.
સ્થૂલદેહે આપ દૃષ્ટિ સમીપ નથી પરંતુ આપની અપત્યવત્સલતાનું સ્મરણ જેને રામાંચિત કરી રહેલ છે તેવા હું આપના અનેકાનેક ઉપકારાને યાદ કરી આપના અગણિત ગુણાનું યથાશક્ય અનુકરણુ કરવા પ્રયત્નશીલ રહું છું.
વૈભવ છતાં સાદાઈ પ્રભામમાં નિવાસ છતાં કુલાચાર પાલન અને નમ્રતા, ક્ષમ્ર, દયા અને આસ્થાએ આપનું સ્થાન અમારા હૃદયમાં અવિચલિત રાખ્યુ છે,
આપના નિઃસીમ અને નિઃસ્વાર્થ પ્રેમને પુરસ્કાર વળી શું ? પરંતુ માનવ સુલભ વૃત્તિથી પ્રેરાઈ, આપના નિત્યસ્મરણુ સારૂ આ અધ્યાત્મ રત્નમાળા ( ચતુર્થાં આવૃત્તિ ) સમપુરૂં છું અને આપના ધર્મ પરાયણ અમરાત્માને સદા સદા શાંતિ હૈ। એવી
સાદર
આંતરિક પ્રાર્થના સહ વિરમું છું.
}
આપનું સદા સ્મરણ કરતા પૌત્ર, શાંતિલાલ રવજીભાઈ.