________________
પ્રકાશકનું નિવેદન. પરમ પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રી રવિચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી કપૂરચંદ્રજી મહારાજના સત્સમાગમને લાભ મને પ્રથમ સંવત ૧૯૮૩ ના વૈશાખ માસમાં કરછપ્રદેશમાં આસંબીઆમાં થયો. આ શાંતમૂર્તિ સાધુવરના સદુપદેશથી મારા ત્રિતાપદગ્ધ ચિત્તને પરમશાંતિ પ્રાપ્ત થઈ. મારા જેવા જીવોને ઉપકારક થાય તેવા મહાત્માઓના વચનામૃત પુસ્તક રૂપે છપાવી પ્રચાર કરવા મને પુરણ થતાં શ્રી કપુરચંદ્રજી મહારાજ સંકલિત સૂકિત સંગ્રહમાંથી આ પુસ્તકની પ્રથમ આવૃતિ છપાવવામાં આવી હતી. તે આવૃતિ અલ્પ સમયમાં વહેંચાઈ જવાથી અને જીજ્ઞાસુ જનની માંગણી હોવાથી સંવત ૧૯૮૫ માં બીજી આવૃતિ છપાવવામાં આવી. આ પરમોપકારી વચનામૃતોના પ્રચારની નિષ્કામ મનોકામના ઉત્તરોત્તર ફલવંતી થઈ અને વળી થોડા જ સમયમાં ત્રીજી આવૃતિ છપાવવા પ્રસંગ પ્રાપ્ત થયો, અને જ્ઞાનપિપાસુઓની પિપાસા સંતોષવા સદ્દભાગે આ ચોથી આવૃતિ છપાવવાનું પણ બની આવ્યું છે. ત્યારે આ આવૃતિમાં સાધ્વીશ્રી શ્રી પુષ્પશ્રીજી રચિત છતાળીઉં, દીક્ષા આદિના તથા અન્ય સ્તવને આપવામાં આવ્યાં છે. તદુપરાંત જીવવિચાર, નવતત્વ, દંડક અને લધુ સંઘયણી વિ. બાળાવધ ઉમેરવામાં આવ્યા છે.
આ ચતુર્થ આવૃતિ બહુ અલ્પ સમયમાં અત્યંત કાળજીપૂર્વક શુદ્ધ રીતે છાપી આપી શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણાના શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસના માલીક સુજ્ઞ અને પ્રવીણ ભાઈશ્રી અમરચંદભાઈએ મને ઉપકૃત કર્યો છે તે ઋણ સ્વીકાર કરી, આ અધ્યાત્મ રત્નમાળારૂપી દીપક આત્મજ્ઞાનના વિકટ પણ કલ્યાણકારી પંથે પ્રયાણ કરનારાઓને કિંચિત માર્ગદર્શક થશે એવી શ્રદ્ધ વ્યકત કરી વિરમું છું.'
લીચતુર્વિધ સંઘને સેવક,. ( શ કરશી વીજપાળ.'