________________
પ્રાપ્તિ યા વિશુદ્ધિ વીતરાગ પ્રભુની ભક્તિથી તેમજ પૂર્વે થઈ ગયેલા મહાન ઋષિમુનિઓના ગુણગાનથી ભાવિકેને સાંપડે છે.
આપણા પૂર્વાચાર્યોએ જૈન-જૈનેતર સમાજ ઉપર ઘણે ભારે ઉપકાર કર્યો છે. લગભગ ૧૯-૨૦ સદીમાં રાસ, દુહા,
પાઈ અને બીજા ગુજરાતી સાહિત્યમાં જનતા રાચવા લાગી ત્યારે જૈન જનતાને પણ પિતાના આદર્શમાં ઝીલતી રાખવા આ મહર્ષિઓએ અનેકાનેક પ્રકારનું પૂજ, સ્તવન, સઝાય વિગેરે સુગેય સાહિત્ય સર્યું.
સામાન્ય જનતા તે તત્વનું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું પિષણ આ સાહિત્ય દ્વારા જ ઘણાખરા ભાગે મેળવે છે. સ્તવમાં શ્રી જીનેશ્વર ભગવાનના ગુણે અને કેવલ નિર્ભય વૈરાગ્ય પણ સઝામાં ગુંથાયે છે. તેમજ કરણીય કાર્યો અને ઉપદેશ પણ આ દ્વારાજ બાલજી પ્રાપ્ત કરી શકે તે દ્રષ્ટિએ આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે કે પ્રાચીન સ્તવન, સજજાય, ચિત્યવંદનાદિના ઘણું પ્રકાશને વર્તમાનમાં દગોચર થાય છે. તેમાં આ મનહર મહિમા પ્રાચીન ચૈત્યવંદન, સ્તવનાદિ સંગ્રહના પ્રકાશનથી એક વધુ ઉમેરે થાય છે. પ્રત્યેક વ્યક્તિ વિવિધ દ્રષ્ટિએ સંગ્રહ કરે છે. સમાજમાં પણ ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને દૃષ્ટિવાળી વ્યક્તિઓ વિદ્યમાન હોય છે તે દ્રષ્ટિએ જતાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ પ્રકાશિત થતાં ભિન્ન ભિન્ન પ્રકાશને પણ અત્યંત આવકારને પાત્ર છે.