________________
અનુક્રમે બાલ્યકાલ વ્યતીત કરી યૌવનકાળ પામ્યા ત્યારે તેમના પિતાશ્રીએ રાધનપુરના વતની શ્રષ્ટિવર્ય શ્રી પૂનમચંદ દીપચંદના સદ્દગુણ પુત્ર મણિલાલભાઈ સાથે તેમનું લગ્ન કર્યું હતું. પરંતુ દુર્ભાગ્યના ચુંગે તેમને ફક્ત ચાર માસમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું હતું. તેમને બાલ્યાવસ્થાના ધર્મના સંસ્કાર હોવાથી યત્કિંચિત્ પણ કલેશ નહિ કરતા, વિશેષ ધર્મારાધના કરવામાં લીન બની ગયા. - તેમની સંયમ લેવાની ઉચ્ચ ભાવના થવાથી પૂ. ગુ. મ. મનેહરશ્રીજી મહારાજ સાહેબના પરિચયથી તેમની પાસે દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ, પૂ. પિતાશ્રી તથા શ્વસુર પક્ષના સંબંધીની મહાકષ્ટ અનુમતિ લઈને ઉંમર વર્ષ ૨૪ ની વયમાં વિક્રમ સંવત ૧૯૮૦ ના અષાડ સુદ ત્રીજના દિવસે પૂ. શ્રી મનેહરશ્રીજી મહારાજના શિષ્યા થયા અને તેમનું નામ મહિમાશ્રીજી રાખવામાં આવ્યું. જેવું તેમનું નામ છે તેવા જ ગુણે તેમનામાં છે.
હાલમાં મરૂધર, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજ૨ વિગેરે દેશમાં વિચરી ભવ્ય જીને સદુપદેશામૃત આપી જૈન શાસનની ઘણી જ ઉન્નતિ કરી રહ્યા છે.
નાની ઉંમરમાં જ સિદ્ધિતપ, ચત્તારિઅ, સમોસરણ, સિંધાસણ, સેળ, પંદર, અગીયાર, દસ, નવ, અઈ, વીશ સ્થાનક, તપ તેર કાઠીયાના અદ્મ, ગણધરના છ વિગેરે તેમજ બીજી પણ ઘણું જ તપશ્ચર્યા કરીને જેમણે પિતાના સંયમ જીવનની સાર્થક્તા કરી છે. તેમ તેમના ગુણે અમારામાં પણ તેમના ચરણની સેવાથી પ્રાપ્ત થાય તે જ અભ્યર્થના.
નિવેદિક ચરણે પાસિકા ચંદ્રાશ્રી.