________________
ઘડી ઘડી. (૨) અઠ્ઠાવન વર્ષના વહાણા વહી ગયાં, સંયમ માર્ગે લીન બની ગયાં; મુક્તિ પૂરીનાં પૂનીત પંથે, રંગ લગાયે રે, રેજ યાદ. ઘડી ઘડી. (૩) ત્યાગી તપસ્વી જ્ઞાની ધ્યાની, હતાં અમારાં જીવન સૂકાની, ભવસાગરમાં ડૂબતી નૈયા, પાર લગાયે રે, રે જ યાદ. ઘડી ઘડી. (૪) બે હજાર સોળે પિષ સુદી અષ્ટમીએ, પ્રયાણ કર્યું છે સ્વર્ગની વાટે, વસમી વિદાય આપની સાલે, નહિ રહેવાય રે, રોજ યાદ. ઘડી ઘડી. (૫) ગુરૂ વિણ અમથી કેમ રહેવાશે, વિયેગના દહાડા દેહિલા જાશે; સ્વર્ગ ગમનની વાત સુણીને આઘાત થાયે રે, રેજ યાદ. ઘડી ઘડી. (૬) પ્રાણ આધાર તે ચાલ્યા ગયા રે, ટળવળતા તે મૂકી ગયા રેજીવનભરમાં ગુરૂ ઉપકારો, કેમ ભૂલાયે રે, રોજ યાદ. ઘડી ઘડી. (૭) દુર્ગતિનાં જેણે પ્રયાણ થંભાવ્યા, સદ્ગતિએ જેણે પગલાં મંડાવ્યા, આચાર્યશ્રી હર્ષસૂરીજી, કેમ ભૂલાયે રે, રોજ યાદ. ઘડી ઘડી. (૮) હર્ષસૂરીજી ગયા સિદ્ધિની સડકે, મહેન્દ્ર રહ્યા આજ એકલાં તડપ, શાસન દેવ સૌ સહાયક બને રે. રેજ યાદ. ઘડી ઘડી. (૯) શુન્ય બની આજે દશે દિશાઓ, કૃપા કરીને દર્શન દેખાડે; શત શત વંદન પરિવાર, કરે ભાવે છે. રોજ યાદ. ઘડી ઘડી. (૧૦)