________________
સમુખ દર્શનથી ઉત્પન્ન થયેલ
રાગની તીવ્રતા.
लोलेक्षणावक्त्रनिरीक्षणेन, यो मानसे रागंलवो विलग्नः । न शुद्धसिद्धांतपयोधिमध्ये, धौतोऽप्यगात्तारक कारणं किम् ॥ १४ ॥
મૃગનયણીસમ નારીતણા મુખચંદ્ર નીરખવાવતી, મુજ મનવિષે જે રંગ લાગ્યું અલ્પ પણ ગુઢ અતિ; તે કૃતરૂ૫ સમુદ્રમાં ધોયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી.
મગ
-
અર્થ–( સ્ત્રીઓનાં) ચપળ ચક્ષુયુકત ચહેરાને જવાથી મનની અંદર જે રાગને અંશ જરા જરા લાગે છે તે પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોયા છતાં પણ જો નથી; તેનું શું કારણ?