________________
૩ર૩
૧ દાનાંતસય. બીજુ લાભાંતરાય, ત્રીજુ ભેગાંતરાય, ચાથું ઊપભેગાંતરાય, પાંચમું વિર્યાતરાય એ પાંચ અંતરાય તથા હાસ્ય, રતિ, અરતિ, ભય દુગંછા, શેક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા, અવૃત, રાગ અને દ્વેષ. એ અઢાર દુષણ રહિત રિખભાદિ ચોવીશ તિર્થકરને.
શુદ્ધદેવ, તરણ તારણ, ઝાહાજરૂપ માનવા; અને જે દેવ સંસારથી તર્યા નથી તેવાને દેવ બુદ્ધિએ માનવા નહિ. - ૨ ગુરૂ તે પ્રભુએ મુનિને જે માર્ગ બતાવ્યું છે તે માગે ચાલનાર. પંચ મહાવ્રતના પાળનાર; છકાયના રક્ષક; શુદ્ધ પરૂપક; તેમને ગુરૂ બુદ્ધિએ માનવા. - ૩ ધર્મ તે કેવળીએ પરૂ જે આગમમાં સાત નય તથા એક પ્રત્યક્ષ, બીજું પણ એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપ કરી સહે. આ ત્રણ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે વ્યવહાર સમકિત.
બીજું નિશ્ચય સમક્તિ તે આવી રીતે–દેવ તે આપણે આત્મા જ તથા નિશ્ચય ગુરૂ તે પણ આપણે આત્મા જ. તત્વ રમણિય અને નિશ્ચય ધમ તે આપણાં જીવને સ્વભાવ છે. એવી સહણા તથા પોતાના આત્માનું વરૂપ અને પુદ્ગલનું સ્વરૂપ જાણે. આત્મા ચેતન ગુણ છે, અને પુદગલ જડ ગુણ છે, તેથી આત્મામાં