________________
કર્તા શ્રી પૂજ્ય કીર્તિવિમલજી મહારાજ 14, સુમતિ જિણેસર સેવીયે હો લાલ, સુમતિ-તણો દાતાર સાવે બહુ-દિનનો ઉમાહલો હો લાલ, દરિસણ આપો સાર
-સાહેબજી-સુમતિ (૧) મેઘરાય કુલ-ચંદલો હો લાલ, મંગલા માત મલ્હાર સાવ ભવ-ભયથી હું ઊભગ્યો હો લાલ તું મુંજ શરણું સાર
-સાહેબજી-સુમતિ(ર) પાયે ક્રૌંચ સેવે સદા હો લાલ, તુંબરૂ સારે સેવ સાવ મહાકાલી સુરિ સદા હો લાલ , વિપ્ન ટાલે નિત્યમેવ સાવ
-સાહેબજી-સુમતિ (૩) નયરી કોશલાએ અવતર્યો હો લાલ, તવ વરત્યો જયજયકાર - સાહેબજી ઘરે-ઘરે હરખ-વધામણાં હો લાલ, ધવલ-મંગલ દે નારા
-સાહેબજી-સુમતિ (૪) અનંત ગુણ છે તાહરા હો લાલ, કહેતાં નાવે પાર સાવ દિન-દિન તુમ્હ સેવા થકી હો લાલ, બદ્ધિ કીર્તિ અનંતી સાર
-સાહેબજી-સુમતિ (૫)
૧, ઉત્સુક્તા ૨, શ્રેષ્ઠ ૩, અયોધ્યા
૬૭