________________
કતઃ શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ ? સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ તેલ-બિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહી ભલી રીતિસોભાગી જિનશું લાગો અ-વિહડ રંગ - સોભાગી (૧) સજ્જનશું જે પ્રીતડીજી, છાની તે ન રખાય. પરિમલ કસ્તુરીતણોજી મહી” માંહિ (મહિમાએ) મહકાય-સોભાગી (ર) અંગુલીયેં નવિ મેરુ ઢંકાયેં, છાબડીયેં રવિ-તેજ અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ - હેજ-સોભાગી (3) હુઓ છિપે નહીં અધર -અરૂણ’ જિમ, ખાતાં પાન સુરંગ પીવત ભર-ભર પ્રભુ-ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અ-ભંગ-સોભાગી (૪) ઢાંકી ઇક્ષ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર, વાચક જશ કહે પ્રભુ તણોજી તિમ મુજ પ્રેમ પ્રકાર - સોભાગી (૫) कर्ता: श्री पुज्य यशोविजयजी महाराज 4 सुमतिनाथ गुणशुं मिलीजी, वाधे मुज मन प्रीति तेल-बिंदु जिम विस्तरेजी, जळमांही भली रीतिसोभागी जिनशुं लागो अ-विहड रंग-सोभागी०(१) सज्जनशुं जे प्रीतडीजी, छानी ते न रखाय परिमल कस्तुरीतणोजी मही मांहि (महिमाओ) महकाय-सोभागी०(२) अंगुलीये नवि मेरु ढंकायें, छाबडीयें रवि-तेज अंजलीमां जिम गंग न माये, मुज मन तिम प्रभु-हेज-सोभागी०(३) हुओ छिपे नहीं अधर-अरुण जिम, खातां पान सुरंग पीवत भर-भर प्रभु-गुण प्याला, तिम मुज प्रेम अ- भंग-सोभागी०(४) ढांकी ईक्षु पराळशुं जी, न रहे लही विस्तार, वाचक जश कहे प्रभु तणोजी तिम मुज प्रेम-प्रकार-सोभागी०(५)
૧. ન જાય તેવો ૨. સુગંધ ૩. પૃથ્વીમાં પ્રબળ સુગંધના પ્રભાવથી ૪. ભક્તિરાગ ૫. ઓઠ ૬. લાલ ૭. સારું-શ્રેષ્ઠ ૮, અ-સૂટ ૯. શેલડી ૧૦, ઘાસથી.
૬૩