________________
કર્તા : શ્રી પૂજ્ય કીર્તિવિમલજી મહારાજ ! "2. સંભવજિન ! અવધારીયે, સેવકની અરદાસો રે તું જિનજી સોહામણો, પુણ્ય પામ્યો ખાસો રે-સં.(૧) જિતારિ-કુલ ચંદલો, સેના માત મલ્હારો રે મન-વંછિત પ્રભુ પૂરણો, અસ્વ-લંછન સુખકારો રે –સં(૨) સાવત્થી નયરી ભલી, જિહો, જનમ્યા શ્રી જિનરાયો રે. ધાનના સંભવ નિપન્યા, તેણે સંભવ નામ ઠરાયો રે-સં. (૩) દુરિતારી શાસનસુરી, યક્ષ ત્રિમુખ સેવે પાયો રે . સંઘના વંછિત પૂર, વળી સંકટ દૂર પલાયો રે-સંવ (૪) નામે નવનિધિ સંપજે, ઘરે કમળા પૂરે વાસો રે ઋદ્ધિ સિદ્ધિ કીર્તિ ઘણી, તુમ્હ ધ્યાને શિવ-સુખવાસો રે સં૦(૫)
૪૧