________________
કર્તા : શ્રી પૂજ્ય રામવિજયજી મહારાજ ન્યૂ મુને સંભવ જિનણ્યું પ્રીત, અવિહડ' લાગી રે કાંઈ દેખત પ્રભુ મુખઃ ચંદ, ભાવઠ ભાગી રે... (૧) જિન સેના-નંદન દેવ, દિલડે વસીયો રે પ્રભુ-ચરણ નમે કર જોડ, અનુભવ-રસીયો રે...(૨) તોરી ધનુ સય-ચ્યાર પ્રમાણ, ઊંચી કાયા રે મનમોહન કંચનવાન, લાગી તોરી માયા રે...(૩) પ્રભુ રાયજિતારિ'-નંદ નયણે દીઠો રે સાવથ્વીપુર-શણગાર, લાગે મુને મીઠો રે...(૪) પ્રભુ બ્રહ્મચારી ભગવાન, નામ સુણાવે રે પણ મુગતિવધૂ વશી-મંત્ર, પાઠ ભણાવે રે...(૫) મુજ રઢ′ લાગી મનમાંહે, તુજ ગુણ કેરી રે નહિ તુજ મૂરતિને તોલ, સૂરત‘ ભલેરી રે...(૬) જિન ! મહેર કરી ભગવાન, વાન° વધારો રે શ્રીસુમતિવિજય ગુરુ-શિષ્ય, દિલમાં ધારો રે...(૭)
USED AS
૧. ન જાય તેવી ૨. ભટકવાનું ૩. પુત્ર ૪. ચારસો ધનુષ્ય પ્રમાણ ૫. સૂત્ર ૬. ગાઢ પ્રીતિ
૩૧