________________
કામ સુભટ ગયો હારી રે, થાણું કામ-શ્રી પૂજ્ય નયવિમલજી મહારાજ - 4 કામ સુભટ ગયો હારી રે, થાનું કામ સુભટ ગયો હારી; રતિપતિ આણ વહે સૌ સુરનર, હરિહર બ્રહ્મ મુરારિ, થાણું૦૧ ગોપીનાથ વિગોપિત કીનો, હર અર્ધાગત નારી રે. થાંસુ૦૨ તેહ અનંગ કીયો ચકચૂરણ, એ અતિશય તુજ ભારી રે, થાણું૦૩ તે સાચું જિમ નીર પ્રભાવે, અગ્નિ હોત સવિ છારી રે, થાણું૦૪ તે વડવાનલ પ્રબલ જબ પ્રગટે, તબ પીવત સવિ વારિ રે, થાણું૦૫ એણી પરે તે દહવટ અતિ કીનો, વિષય અરતિ રતિ વારીરે. થાણું૦૬ નયવિમલ પ્રભુ તુંહી નિરાગી, મોટા મહાબ્રહ્મચારી રે. થાણું૦૭
૩૦૭