________________
આજ મહારા પ્રભુજી સ્ફામું જુઓને – શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજઆજ મહારા પ્રભુજી સ્નામું જુઓને સેવક કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાલ મનાવો. મોરા સાંઈ રે.
આજ૦૧
પતિત પાવન શરણાગત વચ્છલ, એ જશ જગમાં ચાવો રે; મન મનાવ્યા વિણ નવિ મૂકું, એહિજ માહરો દાવો. મો.
આજ૦૨
કબજે આવ્યા સ્વામી હવે નહિ છોડું, જિહાં લગે તુમ સમ થાવો રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તેહી જ દાવ બતાવો. મો.
આજ૦૩
મહા ગોપ ને મહાનિર્યામક, એવા એવા બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતાં, ઘણું ઘણું શું કહેવરાવો. મો.
આજ૦૪
જ્ઞાનવિમલ ગુરૂનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહનિશ એહિ દિલ ધ્યાવો. મો.
આજ૦૫
૩૦૫