________________
મનમાં આવજો રે નાથ ! હું થયો - શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ 5 મનમાં આવજો રે નાથ ! હું થયો આજ સનાથ. મન જય જિનેશ નિરંજણો, ભંજણો ભવદુઃખરાશ;
રંજણો સવિ ભવિચિત્તનો, મંજણો પાપનો પાશ. મન.૧ આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર;
ભવભ્રમ સવિ ભાજી ગયા, તુંહિ ચિદાનંદ સબૂર. મન.૨ વીતરાગભાવ ન આવવી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદ કમલની, સેવના રહેજો એ ટેવ. મન.૩ યદ્યપિ તુમે અતુલબલી, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય. મન.૪ મન મનાવ્યા વિણ માહરું, કેમ બંધનથી છુટાય ?
મનવાંછિત દેતાં થકા કાંઈ, પાલવડો ના ઝલાય. મન.૫ હઠ બાલનો હોય આકરો, તે કહો છો જિનરાજ !
ઝાઝું કહાવે શું હોવે, ગિરૂઆ ગરીબ નિવાજ. મન.૬ જ્ઞાનવિમલ ગુણથી લો, સવિ ભવિક મનના ભાવ;
તો અક્ષય સુખ લીલા દીયો, હોવે સુજસ જમાવ. મન.૭
૩૦૩