________________
કર્તા પૂજ્ય શ્રી શુભવીરવિજયજી મહારાજ 7 ચઉમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુલ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે......૧ ઉભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તોરણ બંધાવે, મેવા મિઠાઈ થાળ ભરાવે રે, મહાવીર પ્રભુ......૨
અરિહાને દાન જ દીએ, દેતાં જે દેખીને રીઝે; પદ્માસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે, આ મહાવીર પ્રભુ......૩ જિનવરની સન્મુખ જાઉં, મુજ મંદિરીયે પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે, મહાવીર પ્રભુ......૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડીને સન્મુખ રહીશું; નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરશું રે, મહાવીર પ્રભુ......૫ દયા દાન ક્ષમાં શીલ ધરશું, ઉપદેશ સજજનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે, મહાવીર પ્રભુ......૬ એમ જીરણ શેઠ વંદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમા ઠરંતા, દેવદુંદુભિ નાદ સુગંતા રે, મહાવીર પ્રભુ......૭ કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાવેદનીય સુખ પાવે, શુભ વીર વચન રસ ગાવે રે... મહાવીર પ્રભુ......૮
૨૮૫